________________
સ્થાન-૪: ઉદ્દેશક-૨
ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના છે, તે આ પ્રમાણે છે-(૧) કોઈ પુરુષ ભાવથી અને શરીર બન્નેથી કૃશ હોય છે. (૨) કોઈ પુરુષ ભાવથી કૃશ પરંતુ શરીરથી દઢ હોય છે. (૩) કોઈ પુરુષ ભાવથી દઢ પરંતુ શરીરથી કૃશ હોય છે. (૪) કોઈ પુરુષ ભાવથી દઢ અને શરીરથી દઢ હોય છે. ३३ चत्तारि पुरिसजाया पण्णत्ता,तं जहा- किससरीरस्स णाममेगस्स णाणदसणे समुप्पज्जइ णो दढसरीरस्स । दढसरीरस्स णाममेगस्स णाणदसणे समुप्पज्जइ णो किससरीस्स । एगस्स किससरीरस्सवि णाणदसणे समुप्पज्जइ दढसरीरस्सवि । एगस्स णो किससरीरस्स णाणदसणे समुप्पज्जइ णो दढसरीररस्स ।। ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ કૃશ શરીરવાળા પુરુષને વિશિષ્ટ જ્ઞાન-દર્શન ઉત્પન્ન થાય છે પરંતુ દેઢ શરીરવાળાને ઉત્પન્ન થતાં નથી. (૨) કોઈ દઢ શરીરવાળા પુરુષને વિશિષ્ટ જ્ઞાન-દર્શન ઉત્પન્ન થાય છે, પરંતુ કુશ શરીરવાળાને ઉત્પન્ન થતાં નથી. (૩) કોઈ કૃશ શરીરવાળા પુરુષને પણ વિશિષ્ટ જ્ઞાન-દર્શન ઉત્પન્ન થાય છે અને દઢ શરીરવાળાને પણ ઉત્પન્ન થાય છે. (૪) કોઈ કૃશ શરીરવાળા પુરુષને પણ વિશિષ્ટ જ્ઞાન-દર્શન ઉત્પન્ન થતા નથી અને દઢ શરીરવાળાને પણ ઉત્પન્ન થતાં નથી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં કૃશતા અને દઢતાના આધારે પુરુષની ત્રણ ચૌભંગી દર્શાવી છે. પ્રથમ ચૌભંગી કશ અને દઢ આધારિત, બીજી ચૌભંગી કુશ શરીર અને દઢ શરીર આધારિત અને ત્રીજી ચૌભંગી કુશ-દઢ શરીરવાન, કેવળજ્ઞાન–કેવળદર્શનની ઉત્પત્તિ આધારિત છે. રિસે, ર૮ :- દુર્બળ શરીર કુશ કહેવાય છે. મજબૂત શરીરવાળા, વજઋષભનારાચ વગેરે ઉત્તમ સંહનનવાળા દઢ કહેવાય છે. ભાવની અપેક્ષાએ તુચ્છ પ્રકૃતિવાળા, અસ્થિર ચિત્તવાળા, ક્રોધાદિ કષાયને વશવર્તી જીવ કુશ કહેવાય છે. અતુચ્છ કે ઉમદા પ્રકૃતિવાળા, સ્થિર ચિત્ત અને સ્થિર પરિણામવાળા, ક્ષમાદિ ગુણ યુક્ત વ્યક્તિ દેઢ કહેવાય છે.
કેટલીક વ્યક્તિ શરીરથી કૂશ હોય અને ભાવથી કૃશ હોય. કેટલીક વ્યક્તિ શરીરથી કૃશ અને ભાવથી દઢ હોય. અન્ય ભંગ પણ આ રીતે સમજી લેવા.
પ્રથમ ચૌભંગી કાળની અપેક્ષાએ સમજવી. યથા– કેટલાક મનુષ્ય જન્મથી કૃશ શરીરવાળા હોય પરંતુ પછી પુષ્ટ શરીરવાળા થઈ જાય. આ રીતે અન્ય ભંગ સમજવા.
બીજી ચૌભંગી વિચાર અને શરીરની અપેક્ષાએ સમજવી. યથા– કેટલાક વિચારથી કૃશનબળા હોય પરંતુ શરીરથી દઢ હોય, કેટલાક વિચારોથી દઢતાવાળા હોય પરંતુ શરીરથી કુશ હોય વગેરે ભંગ સમજવા.