________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૨
૩૬૧ |
પરલોકના સુચીર્ણ કર્મ પરલોકમાં સુખમય ફળ આપે છે. વિવેચન :
દી :- પૂર્વ સૂત્રોમાં વિકથાઓનું વર્ણન છે અને પ્રસ્તુત સૂત્રોમાં 'કથા' શબ્દથી ધર્મકથાનું, ઉપદેશના વિવિધ વિષયોનું કે વિવિધ પદ્ધતિઓનું નિરૂપણ છે. ધર્મ સંબંધિત વાર્તાલાપ, ચર્ચા-વિચારણા કે કથનને ધર્મકથા કહે છે. अक्खेवणी :- आक्षिप्यते = मोहात् तत्त्वं प्रत्याकृष्यते श्रोता अनया इति । - સ્થાનાંગવૃત્તિ. જે કથા શ્રોતાને મોહથી દૂર કરી, તત્ત્વ પ્રત્યે આકૃષ્ટ કરે અર્થાત્ જ્ઞાન, દર્શન, ચારિત્ર પ્રતિ આકર્ષિત કરે તે આક્ષેપણી કથા કહેવાય છે. આપણી કથાના ચાર પ્રકાર:- (૧) આચાર આક્ષેપણી– જેમાં લોચ, અસ્નાનાદિ આચારનું અને શ્રાવકના આચારનું પ્રતિપાદન હોય તે. (૨) વ્યવહાર આક્ષેપણી– જેમાં વ્યવહાર-પ્રાયશ્ચિત્તનું નિરૂપણ હોય છે. તેમજ સ્વમતની વ્યવહાર શુદ્ધિ-ભાવશુદ્ધિની ચર્ચા કરી, શ્રોતાને આકર્ષિત કરતી કથા. (૩) પ્રજ્ઞપ્તિ આક્ષેપણી જેમાં સંશય યુક્ત શ્રોતાને સમજાવવા મધુર વચનો દ્વારા નિરૂપણ હોય તે. (૪) દષ્ટિવાદ આક્ષેપણી– જેમાં શ્રોતાની દષ્ટિ–અપેક્ષાને સમજી, નય દષ્ટિથી સૂક્ષ્મ તત્ત્વનું નિરૂપણ હોય છે. તેમજ દષ્ટિવાદ પર્યંતના આચારાંગ વગેરે શાસ્ત્રોના વર્ણન દ્વારા શ્રોતાને આકર્ષિત કરતી કથા દષ્ટિવાદ આક્ષેપણી કથા કહેવાય છે. વિવેવળt :- અનેક પ્રકારની એકાંત દષ્ટિઓ અને પરસમયના નિરાકરણપૂર્વક છ દ્રવ્ય, નવ તત્ત્વનું નિરૂપણ કરતી કથા. જે કથા સમ્યગ્વાદના પ્રકર્ષથી શ્રોતાના મિથ્યાવાદને દૂર કરે, શ્રોતાને કુમાર્ગથી દૂર કરી, સન્માર્ગમાં સ્થાપે, તે વિક્ષેપણી કથા કહેવાય છે. વિક્ષેપણી કથાના પ્રકાર :- (૧) સમ્યક્ દષ્ટિ વ્યક્તિ સ્વ સિદ્ધાંતનું પ્રતિપાદન કરી, પશ્ચાતુ પર સિદ્ધાંતનું વર્ણન કરે છે. (૨) પર સિદ્ધાંતનું વર્ણન કરી, પછી સ્વસિદ્ધાંતનું પ્રતિપાદન કરે તે. (૩) સમ્યવાદનું પ્રતિપાદન કરી પછી મિથ્યાવાદનું સ્પષ્ટીકરણ કરે તે. (૪) મિથ્યાવાદનું વર્ણન કરી, પછી સમ્યવાદનું પ્રતિપાદન કરે; નાસ્તિકવાદનું ખંડન કરી, આસ્તિકવાદનું પ્રતિપાદન કરે છે. સમય- સ્વદર્શન (જૈન દર્શન)ના સિદ્ધાંત. પરસમય- અન્ય દર્શનોના સિદ્ધાંત.
સંચળ - જે કથા શ્રોતાને સંસારની અસારતા બતાવી વૈરાગ્યવાન અને મોક્ષાભિલાષી બનાવે તે સંવેગની–સંવેદની કથા કહેવાય છે.
સવેગની કથાના પ્રકાર :- (૧) ઈહલોક સંવેગની- આ મનુષ્ય જીવનની અસારતા દર્શાવતી કથા. (૨) પરલોક સંવેગની- દેવગતિની મોહમયતા, તિર્યંચગતિની દુઃખમયતા દર્શાવતી કથા. (૩) આત્મ શરીર સંવેગની- પોતાના શરીરની અશુચિ–મલીનતા દર્શાવતી કથા. (૪) પરશરીર સંવેગની- અન્યના શરીરની અશુચિ દર્શાવતી કથા.