________________
[ ૩૫૮ ]
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
णिज्जाण- कहा, रण्णो बलवाहणकहा, रण्णो कोसकोट्ठागारकहा । ભાવાર્થ :- રાજકથા ચાર પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે– (૧) રાજાના નગર પ્રવેશ સંબંધી ઋદ્ધિ વગેરેની ચર્ચા (૨) નગરથી નિર્ગમન સંબંધી ચર્ચા (૩) સૈન્યશક્તિ આદિ સંબંધી ચર્ચા (૪) ધન, સંપત્તિ વૈભવ સંબંધી ચર્ચા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ચાર વિકથાઓ અને તે પ્રત્યેકના ચાર-ચાર ભેદોનું નિરૂપણ છે. વિવાહા - વિરુદ્ધ સંયમનાથવેન થા–વવન પદ્ધતિર્વિથા -સ્થાનાંગવૃત્તિ. કથાનો અર્થ છે કહેવું વાર્તાલાપ કરવો, વચન પદ્ધતિ. પરંતુ જે કથાથી સંયમમાં બાધા ઉત્પન્ન થાય, બ્રહ્મચર્ય ખંડિત થાય, રસ લોલુપતા વધે, હિંસાને પ્રોત્સાહન મળે અને અશુભ કર્મબંધ થાય તેવી કથાને વિકથા કહે છે.
ત્ની :- સંયમ નિરપેક્ષ સ્ત્રી સંબંધી સમસ્ત ચર્ચાઓનો સમાવેશ સ્ત્રી કથામાં થાય છે. આ સૂત્રમાં તેના અનેક પ્રકારોનું ચાર ભેદ દ્વારા કથન કર્યું છે– (૧) સ્ત્રી જાતિકથા– બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે જાતિની સ્ત્રીઓની નિંદા, પ્રશંસાત્મક વાતો. (૨) સ્ત્રી કુળકથા- ઉત્તમ કે નીચ કુળની સ્ત્રીઓની નિંદા અથવા પ્રશંસાત્મક વાતો. (૩) સ્ત્રી રૂપકથા- સ્ત્રીઓના રૂ૫, સૌંદર્ય, અંગોપાંગની નિંદા, પ્રશંસાત્મક વાતો. (૪) સ્ત્રી નેપથ્યકથા સ્ત્રીઓની વેષભૂષાની નિંદા, પ્રશંસાત્મક વાતો. સ્ત્રીકથાના દોષોઃ- નિશીથ ભાષ્યમાં સ્ત્રીકથાના અનેક દોષો દર્શાવ્યા છે. (૧) પોતાના મોહની ઉદીરણા (૨) અન્યના મોહની ઉદીરણા (૩) લોકનિંદા ૪) અધ્યયન-સ્વાધ્યાયમાં પ્રમાદ (૫) બ્રહ્મચર્યની અગુપ્તિ (૬) સ્ત્રીસંગની સંભાવના.
મત્ત :- સંયમ નિરપેક્ષ ખાદ્યસામગ્રી સંબંધી સમસ્ત ચર્ચાઓ 'ભક્તકથા' કહેવાય છે. શાસ્ત્રકારે તેનો સમાવેશ આ ચાર ભેદોમાં કર્યો છે. (૧) ભક્ત આવા પકથા- રસોઈની સામગ્રી–ઘી, તેલ, શાક વગેરેને આવાપ કહે છે, તેની ચર્ચા–વાર્તા. (૨) ભક્ત નિર્વાપની કથા-પક્વ–અપક્વ આહારને નિર્વાપ કહે છે, તત્સંબંધી ચર્ચા–વાર્તા. (૩) ભક્ત આરંભ કથા- ભોજનવિષયક અગ્નિ-પાણી આદિના આરંભની વાતો. જેમ કે અમુક વસ્તુઓ આટલા તાપથી સારી બને, અમુક રસોઈમાં આટલું પાણી જોઈએ વગેરે ચર્ચા–વાર્તા. (૪) ભક્ત નિષ્ઠાનની કથા– સો, હજાર વગેરે સંખ્યક ધનને નિષ્ઠાન કહે છે. અમુક વ્યક્તિએ ભોજનમાં આટલું દ્રવ્ય વાપર્યું, અમુક ભોજનમાં આટલું દ્રવ્ય ખર્ચે, અમુક દ્રવ્યોનો ઉપયોગ કરે તો જ તે વસ્તુ સારી થાય વગેરે ભોજન સંબંધી ચર્ચા–વાર્તા. ભક્તકથાના દોષો:- નિશીથ ભાષ્યમાં ભક્ત કથાના દોષો દર્શાવ્યા છે. (૧) આહાર સંબંધી આસક્તિ વધે, (૨) જિતેન્દ્રિય ન બની શકે (૩) લોકનિંદા થાય (૪) જિનાજ્ઞાની અવજ્ઞા થાય છે.
તે
T :- સંયમ નિરપેક્ષ દેશ વિદેશ સંબંધી ચર્ચાઓ દેશકથા કહેવાય છે. તે સર્વ ચર્ચાઓનું સૂત્રમાં