________________
સ્થાન-૪: ઉદ્દેશક-૨
૩૫૯
ચાર ભેદો દ્વારા કથન કર્યું છે. (૧) દેશ વિધિકથા– વિવિધ દેશોમાં પ્રચલિત ભોજન, ભોજન બનાવવાની વિધિ કે કાનૂન વગેરેની ચર્ચા કરવી. (૨) દેશ વિકલ્પકથા- વિવિધ દેશોની ઉપજ, કુળ, વાવ વગેરેના નિર્માણની કથા તથા વિવિધ દેશોના ગઢ, પ્રાકારાદિની ચર્ચા કરવી. (૩) દેશÚદકથા- વિભિન્ન દેશોના લગ્ન સંબંધિત રીત-રિવાજોની તથા તે દેશોની વિચારણાઓની ચર્ચા કરવી.(૪) દેશ નેપથ્યકથા- ભિન્ન ભિન્ન દેશના પહેરવેશ, વેષભૂષાની ચર્ચા કરવી.
દેશકથાના દોષો :- (૧) રાગ-દ્વેષની ઉત્પત્તિ થવી (૨) સ્વપક્ષ-પરપક્ષ સંબંધી ક્લેશ થવો (૩) દેશની પ્રશંસાથી આકૃષ્ટ થઈ અન્યનું તે દેશમાં આવવું. રાહી :- સંયમ નિરપેક્ષ રાજા અને તેના રાજ્ય સંબંધી વિભિન્ન ચર્ચાઓને રાજથા કહેવાય છે. આ સૂત્રમાં ચાર ભેદોથી તેનું સ્વરૂપ પ્રગટ કર્યું છે. (૧) અજ્ઞાન - રાજાના નગર પ્રવેશાદિની કથા. (૨) fiાખ વદ- રાજાના નગર નિષ્ક્રમણ અર્થાત્ વિજય વગેરે માટે રાજા નગરમાંથી પ્રયાણ કરે, તત્સંબંધી કથા. (૩) વનવણ વદ- રાજાના સૈન્ય અને હાથી વગેરે વાહનની કથા. (૪) વોસવોટ્ટાર વહા- રાજાના કોશ-ખજાના અને ધાન્યના કોષ્ઠાગાર-ભંડાર સંબંધી કથા.
રાજકથાના દોષો :- (૧) જાસૂસ-ચોર હોવાની શંકા થાય, (૨) મારક અથવા હિંસક હોવાની શંકા થાય, (૩) રહસ્ય ભેદી હોવાની શંકા થાય છે.
ચાર ધર્મકથાઓ અને તેના ચાર-ચાર ભેદ :|२६ चउव्विहा कहा पण्णत्ता,तं जहा- अक्खेवणी, विक्खेवणी, संवेयणी, णिव्वेयणी । ભાવાર્થ :- ધર્મકથા ચાર પ્રકારની છે, તે આ પ્રમાણે છે– (૧) આક્ષેપણી કથા– સ્વમતમાં આકર્ષિત કરતી કથા (૨) વિક્ષેપણી કથા- પરમતથી ચલિત કરનારી કથા (૩) સંવેદની કથા-વૈરાગ્ય ઉત્પન્ન કરે અને મોક્ષની અભિલાષા ઉત્પન્ન કરનારી કથા (૪) નિર્વેદની કથા- સંસારથી અને વિષયભોગોથી ઉદાસીનતા ઉત્પન્ન કરનારી કથા. २७ अक्खेवणी कहा चउव्विहा पण्णत्ता, तं जहा- आयारअक्खेवणी, ववहार अक्खेवणी, पण्णत्तिअक्खेवणी, दिट्ठिवायअक्खेवणी । ભાવાર્થ :- આક્ષેપણી કથા ચાર પ્રકારની છે, તે આ પ્રમાણે છે– (૧) આચારાક્ષેપણી કથાઆચારની ચર્ચા કરી શ્રોતાને આકર્ષિત કરવા. (૨) વ્યવહારક્ષેપણી કથા- વ્યવહાર શુદ્ધિ અથવા પ્રાયશ્ચિત્તની ચર્ચા કરી શ્રોતાને આકર્ષિત કરવા. (૩) પ્રજ્ઞપ્તિ આક્ષેપણી કથા– સંશયગ્રસ્ત શ્રોતાના સંશયને દૂર કરી તેને આકર્ષિત કરવા. (૪) દષ્ટિવાદ આક્ષેપણી કથા- વિભિન્ન નયોથી શ્રોતાની યોગ્યતાનુસાર તત્ત્વોનું નિરૂપણ કરી તેને આકર્ષિત કરવા.