________________
[ ૩૫ર ]
શ્રી ઠાણાંગ સત્ર-૧
પણ અનાર્ય અને ભાવથી પણ અનાર્ય. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં આર્ય-અનાર્ય સંબંધિત ૧૭+૧ ભાવઆર્યની = ૧૮ ચીભંગી દર્શાવી છે. આર્ય :- જે મનુષ્યોમાં ધર્મ-કર્મની ઉત્તમ પ્રવૃત્તિ હોય, હેય-ઉપાદેયનો વિવેક હોય તેને આર્ય કહે છે અને જે મનુષ્યોમાં ધર્મ-કર્મની કોઈ પ્રવૃત્તિ કે હેય-ઉપાદેયનો વિવેક ન હોય તેને અનાર્ય કહે છે. પ્રજ્ઞાપના સુત્રના પ્રથમ પદમાં આર્ય-અનાર્યના ભેદ પ્રભેદ દ્વારા વિષદ વર્ણન છે.
પ્રસ્તુત છઠ્ઠા સુત્રોમાં આર્ય, આર્ય પરિણત, આર્ય રૂ૫ વગેરે આલાપકો દ્વારા ૧૭ ચૌભંગીઓ કહી છે. સાતમા સૂત્રમાં અઢારમી ચૌભંગી ભાવ આર્ય-અનાર્યની છે. પાપરહિત, જ્ઞાનાદિ ગુણોથી યુક્ત વિશદ્ધ વ્યક્તિને ભાવ આર્ય કહે છે અને જે ક્રોધાદિ કષાયથી કલુષિત હોય તેને ભાવ અનાર્ય કહે છે. તેની ચૌભંગી સૂત્રાર્થથી સ્પષ્ટ છે.
બળદ અને પુરુષની ચૌભંગીઓ :| ८ चत्तारि उसभा पण्णत्ता, तं जहा- जाइसंपण्णे, कुलसंपण्णे, बलसंपण्णे,
વલપu ! __एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- जाइसंपण्णे, कुलसंपण्णे, बलसंपण्णे रूवसंपण्णे । ભાવાર્થ :- વૃષભ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) જાતિ સંપન્ન (૨) કુલ સંપન્ન (૩) બલ સંપન્ન (૪) રૂપ સંપન્ન. તે જ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) જાતિ સંપન્ન (૨) કુલ સંપન્ન (૩) બલ સંપન્ન (૪) રૂપ સંપન્ન.
९ चत्तारि उसभा पण्णत्ता, तं जहा- जाइसंपण्णे णाम एगे णो कुलसंपण्णे, कुलसंपण्णे णामं एगे णो जाइसंपण्णे, एगे जाइसंपण्णे वि कुलसंपण्णे वि, एगे णो जाइसंपण्णे णो कुलसंपण्णे ।।
एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- जाइसंपण्णे णाममेगे णो कुलसंपण्णे, कुलसंपण्णे णाममेगे णो जाइसंपण्णे, एगे जाइसंपण्णे वि कुलसंपण्णे वि, एगे णो जाइसंपण्णे णो कुलसंपण्णे । ભાવાર્થ :- ચાર પ્રકારના બળદ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે(૧) કોઈ જાતિથી સંપન્ન હોય પરંતુ કુળથી અસંપન્ન હોય, (૨) કોઈ જાતિથી અસંપન્ન હોય પરંતુ