________________
[ ૩૫૦ |
શ્રી ઠાણાગ સૂત્ર-૧
दीणसेवी, दीणपरियाएदीणपरियाले, एवं सव्वेसिं चउभंगी भाणियव्यो । ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) દીન-દીનરૂપ (૨) દીન–અદીનરૂપ (૩) અદીન- દીનરૂપ (૪) અદીન-અદીનરૂપ.
આ રીતે દીનરૂપની જેમ જ (૧) દીનમન (૨) દીનસંકલ્પ (૩) દીનપ્રજ્ઞ (૪) દીનદષ્ટિ (૫) દીનશીલાચાર (૬) દીનવ્યવહાર (૭) દીન પરાક્રમ (૮) દીનવૃત્તિ (૯) દીનજાતિ (૧૦) દીનભાષી (૧૧) દીનઅવભાષી (૧૨) દીનસેવી (૧૩) દીનપર્યાય(અવસ્થાવાન) (૧૪) દીનપરિવાર; એ સર્વની ચૌભંગી કહેવી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દીન-અદીન મનુષ્ય સંબંધી ૧૭ ચૌભંગી દર્શાવી છે. ધનની અપેક્ષાએ દીન અદીનની ચૌભંગી- ધન સંપન્ન વ્યક્તિ અદીન અને ધન રહિત વ્યક્તિ દીન કહેવાય છે. ધનની દ્રષ્ટિએ જ્યારે અર્થ કરવામાં આવે ત્યારે કાળ અપેક્ષાએ ચૌભંગી ઘટિત થાય છે. (૧) દીન દીન = જન્મથી દ્રરિદ્ર હોવાથી દીન અને પછી પણ ધન ઉપાર્જન ન કરવાથી દીન. (૨) દીન અદીન = જન્મથી દીન પણ પુરુષાર્થ દ્વારા ધનિક બનવાથી અદીન. (૩) અદીન દીન = જન્મથી અદીન પણ પછી અવળો પુરુષાર્થ કરવાથી દીન. (૪) અદીન-અદીન = જન્મથી ધન સંપન્ન અને પછી પણ ધન સંપન્ન.
ગુણ અપેક્ષાએ દીન-અદીનની ચૌભંગી :- પ્લાન મુખવાળી કે નિસ્તેજ શરીરવાળી વ્યક્તિ દીન અને પ્રતિભાસંપન વ્યક્તિ અદીન કહેવાય છે. કલુષિત ચિત્તવાળી વ્યક્તિ આત્યંતર દષ્ટિથી દીન અને ઔદાર્યાદિ ગુણયુક્ત વ્યક્તિ આત્યંતર દષ્ટિથી અદીન કહેવાય છે. તે દ્રષ્ટિએ ચૌભંગી આ પ્રમાણે ઘટિત થાય છે.
(૧) દીન દીન = બાહ્ય દેખાવથી દીન અને ઔદાર્યાદિ ગુણ રહિત હોવાથી પણ દીન. (૨) દીન અદીન = બાહ્ય રીતે દીન પણ ઔદાર્યાદિ ગુણ યુક્ત હોવાથી અદીન. (૩) અદીન દીન = બાહ્ય દેખાવ સંપન્ન વ્યક્તિ અદીન હોય પણ ગુણથી દીન હોય. (૪) અદીન અદીન = બાહ્ય દેખાવ સંપન્ન અદીન હોય અને ગુણ યુક્ત હોવાથી અદીન હોય. દીન-દીન પરિણત – કેટલીક વ્યક્તિ જાતિ આદિની અપેક્ષાએ દીન હોય અને પછી હિંસક આદિ પ્રવૃત્તિથી દીન પરિણત થઈ જાય છે.
૧૭ ચૌભંગીઓના ૧૭ પદોની વ્યાખ્યા :- (૧) દીન- ધનરહિત, બાહ્ય દેખાવ રહિત કે ગુણરહિત વ્યક્તિ દીન કહેવાય. (૨) દીન પરિણત- અદીન હોવા છતાં હિંસાદિ કાર્યથી દીનરૂપે પરિણત થઈ જાય