________________
સ્થાન–૪: ઉદ્દેશક-૧,
૩૪૭
જીવ અને દ્રવ્યની કોઈ પણ પર્યાયની સ્થિતિ વધુમાં વધુ અસંખ્યાત સમય સુધીની હોય છે અને શુદ્ધાત્માનું અવસ્થાન સાદિ-અનંત છે. આ અવસ્થિતિને કાલ–અવગાહના કહે છે. તે કાલાવગાહના સંસારી જીવોની અસંખ્યાત સમયની સ્થિતિ રૂપ છે. (૪) ભાવ અવગાહના:- શરીરમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શનું હોવું અને આત્મામાં પ્રશસ્ત-અપ્રશસ્ત ભાવોનું હોવું તે ભાવ અવગાહના. તે ભાવાવગાહના અનંત ગુણરૂપ છે. અંગબાહ્ય ચાર પ્રજ્ઞસિ સૂત્રો :१०४ चत्तारि पण्णत्तीओ अंगबाहिरियाओ पण्णत्ताओ, तं जहा- चंदपण्णत्ती, सूरपण्णत्ती, जंबुद्दीवपण्णत्ती, दीवसागरपण्णत्ती । ભાવાર્થ :-ચાર અંગબાહ્ય-પ્રજ્ઞપ્તિઓ કહી છે, તે આ પ્રમાણે છે– (૧) ચંદ્ર પ્રજ્ઞપ્તિ (૨) સૂર્યપ્રજ્ઞપ્તિ (૩) જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ (૪) દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ.
વિવેચન :
જેના દ્વારા અર્થ–પદાર્થનો બોધ, વિશેષ પ્રકારે થાય તેને પ્રજ્ઞપ્તિ કહે છે. બાર અંગ, અંગપ્રવિષ્ટ કહેવાય છે. તે સિવાયના ઉપાંગાદિ અંગ બાહ્ય કહેવાય છે. પ્રસ્તુત સૂત્રમાં અંગ બાહ્યરૂપે રહેલી ચાર પ્રજ્ઞપ્તિનો નામોલ્લેખ છે. વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (ભગવતી સૂત્ર) 'અંગ પ્રવિષ્ટ' છે તેથી તેનો સૂત્રકારે અહીં ઉલ્લેખ કર્યો નથી. પૂર્વે ત્રીજા સ્થાનમાં જુદી અપેક્ષાએ ત્રણ પ્રજ્ઞપ્તિઓ કહી છે. ત્યાં જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિનો ઉલ્લેખ નથી.
આ છે
સ્થાન-૪ : ઉદ્દેશક-૧ સંપૂર્ણ
જ