________________
શ્રી ાણાંગ સત્રન
શિખર જેવો હોય, શિખર યુક્ત શાળા વિશેષને ફૂટાકાર શાળા કહે છે. જે ફૂટાકાર કોટ–કિલ્લાથી પરિવેષ્ટિત હોય અને તેના દ્વાર બંધ હોય તો તે 'ગુપ્ત—ગુપ્ત' કહેવાય. કિલ્લાથી વેષ્ટિત હોય પણ દ્વાર બંધ ન હોય તો 'ગુપ્ત–અગુપ્ત' કહેવાય. તે જ પ્રમાણે પુરુષ વસ્ત્રથી આચ્છાદિત હોય અને જિતેન્દ્રિય હોય તો ગુપ્ત–ગુપ્ત કહેવાય.
३४९
કાળની અપેક્ષાએ પહેલા પણ ગુપ્તેન્દ્રિય હોય અને વર્તમાનમાં પણ ગુપ્તેન્દ્રિય હોય તો 'ગુપ્ત–ગુપ્ત'
કહેવાય.
સ્ત્રીની અપેક્ષાએ તે ઘરની અંદર જ રહેતી હોય, વસ્ત્રાદિથી આચ્છાદિતહોય, ગૂઢ સ્વભાવ વાળી હોય તે સ્ત્રી ગુપ્ત કહેવાય અને ગુપ્તેન્દ્રિય હોય તો 'ગુપ્ત—ગુપ્તેન્દ્રિય કહેવાય. આ અર્થમાં ચૌભંગીના કોષ ભંગ સમજવા.
અવગાહનાના દ્રવ્ય આદિ ચાર પ્રકાર :
१०३ चउव्विहा ओगाहणा पण्णत्ता, तं जहा दव्वोगाहणा, खेत्तोगाहणा, હેત્તોનાહળા, कालो- गाहणा भावोगाहणा ।
ભાવાર્થ :-અવગાહના ચાર પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે– (૧) દ્રવ્યાવગાહના (૨) ક્ષેત્રાવગાહના (૩) કાલાવગાહના (૪) ભાવાવગાહના.
વિવેચન :
ગોળાહળા :- અવગાહના એટલે દ્રવ્યનું આધારભૂત આકાશ ક્ષેત્ર. અવગાહના એટલે શરીર પરિમાણ, શરીર-અવસ્થાન, અવસ્થિતિ. જેમાં જીવ અવસ્થાન કરે અથવા જીવ જેનો આશ્રય લે, તેને અવગાહના કહે છે. અવગાહનાનો અર્થ શરીર પણ થાય છે. સંસારી જીવ કોઈ પણ શરીરમાં અવશ્ય નિવાસ કરે છે. તેથી અવગાહનાના ચાર પ્રકાર થાય છે.
(૧) દ્રવ્ય અવગાહના :– દ્રવ્યનું પોતાના સ્વરૂપમાં અવસ્થિત રહેવું, જીવોનું પુદ્ગલમય દ્રવ્ય શરીરમાં રહેવું અથવા સિદ્ધ ભગવંતોનું સિદ્ધત્વરૂપે અવસ્થિત રહેવું. જે દ્રવ્યોનો જે આકાર કે શરીર હોય તેને દ્રવ્યાવગાહના કહે છે. તે દ્રવ્યાવગાહના અનંત દ્રવ્ય રૂપ છે.
(૨) ક્ષેત્ર અવગાહના :– આકાશ સર્વ દ્રવ્યોનો આધાર છે. તેથી આકાશને ક્ષેત્ર કહ્યું છે. તે પોતાના સ્વરૂપમાં અવસ્થિત હોય છે. શરીર દ્રવ્ય આકાશના અસંખ્યાત પ્રદેશોનું અવગાહન કરે છે. કોઈપણ દ્રવ્ય આકાશના જેટલા પ્રદેશને અવગાહે તેને ક્ષેત્રાવગાહના કહે છે. તે ક્ષેત્રાવગાહના અસંખ્યાત પ્રદેશાવગાઢ
ય છે.
(૩) કાલ અવગાહના :– કાલ પોતાના સ્વરૂપમાં પહેલાં હતો, અત્યારે છે અને ભવિષ્યમાં રહેશે તથા