________________
૩૪૪
શ્રી ઠાણાગ સુત્ર-૧
અગ્રમહિષીનો અર્થ છે મુખ્ય દેવી.૧૮ઈન્દ્રોની, ૮૮ મહાગ્રહોની અને ૮૮ લોકપાલોની ચાર-ચાર અગ્રમહિષીઓનું કથન છે. ૧૮ ઈન્દ્ર = વ્યંતરના સોળ અને જ્યોતિષીના બે ઈન્દ્ર. ૮૮ લોકપાલ = દશ ભવનપતિના વીસ ઈન્દ્રોના ૮૦ અને બે વૈમાનિકેંદ્રોના ૮ એમ કુલ ૮૦+૮ = ૮૮ લોકપાલ અને ૮૮ મહાગ્રહ એમ કુલ અગ્રમહિષી ૧૮+૮૮+૮૮ = ૧૯૪ ૪૪ = ૭૭૬. ચોથું સ્થાન હોવાથી દેવોમાં જેઓની ચાર–ચાર અગ્રમહિષીઓ છે, તેમનો નામોલ્લેખ આ સૂત્રોમાં છે.
વિગય મહાવિગયના ચાર ચાર પ્રકાર :|९८ चत्तारि गोरसविगईओ पण्णत्ताओ, तं जहा-खीरं, दहि, सप्पि, णवणीयं । ભાવાર્થ :- ગોરસ સંબંધી ચાર વિગય કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) દૂધ (૨) દહીં (૩) ઘી (૪) માખણ. |९९ चत्तारि सिणेहविगईओ पण्णत्ताओ, तं जहा- तेल्लं, घयं, वसा, णवणीय। ભાવાર્થ :- સ્નિગ્ધ–ચિકાશવાળા ચાર વિગય કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) તેલ (૨) ઘી (૩) વસા (ચબ) (૪) નવનીત. १०० चत्तारि महाविगईओ, तं जहा- महुं, मंसं, मज्जं, णवणीयं । ભાવાર્થ - ચાર મહાવિગય કહ્યા છે, તે આ પ્રમાણે છે- (૧) મધ (૨) માંસ (૩) દારૂ (૪) માખણ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વિગય અને મહાવિગય સંબંધી વર્ણન છે. વિના – વિકૃત = વિકૃતિ, વિગય. તેના બે અર્થ છે– (૧) શરીરને વિશેષ રૂપે પુષ્ટ કરે છે. (૨) જે શરીર અને મનમાં વિકાર ઉત્પન્ન કરે તે વિગય કહેવાય છે. મદાવાઓ :– મહાવિગય. તેના પણ બે અર્થ છે. (૧) જે શરીરને અત્યધિક પુષ્ટ કરે છે. (૨) જે શરીર અને મનમાં મહાવિકાર ઉત્પન્ન કરે તે મહાવિગય છે. બોરસ વિડ્યો – નવાં રસો જોરસદ = ગાયનો રસ, દૂધ તે ગોરસ. આ તેની વ્યુત્પત્તિ છે. ઉપલક્ષણથી ભેંસ વગેરેનું દૂધ પણ વિગયરૂપ જ છે. સૂત્રમાં દૂધ સિવાય દૂધના પરિણામાંતરથી થતા દહીં, માખણ, ઘીને પણ ગોરસ કહ્યા છે. ગુપ્ત-અગુમ ફૂટાકાર અને પુરુષની ચૌભંગીઓ :१०१ चत्तारि कूडागारा पण्णत्ता, तं जहा- गुत्ते णामं एगे गुत्ते, गुत्ते णाम