________________
સ્થાન–૪: ઉદ્દેશક-૧,
અહીં સુગતિ ચાર કહી છે. જેમાં એક સિદ્ધ ગતિને ગ્રહણ કરવાથી ત્રણ થાય છે અને ચોથો બોલ મનુષ્યની વિશેષતાવાળો છે. તેના બે અર્થ થાય છે– (૧) હીનકુળ અને યુગલિક સિવાય સુકુળમાં જન્મ ધારણ કરનાર મનુષ્ય. (૨) મનુષ્ય સુગતિ રૂ૫ બીજા બોલમાં સામાન્ય મનુષ્યનું કથન છે જ્યારે સુકુલ પ્રત્યાયાતિ રૂપ ચોથા બોલમાં તીર્થકર વગેરે વિશિષ્ટ મનુષ્યનું કથન છે. આ ચારે ય સુગતિને પ્રાપ્ત જીવ સુરત કહેવાય છે. તેથી સુગત પણ ચાર પ્રકારના કહ્યા છે. કેવળી તથા સિદ્ધના કર્મક્ષય :७५ पढमसमयजिणस्स णं चत्तारि कम्मंसा खीणा भवंति, तं जहाणाणवरणिज्जं, सणावरणिज्जं, मोहणिज्ज, अंतराइयं । ભાવાર્થ - પ્રથમ સમયવર્તી કેવલી જિનના ચાર કર્માશ ક્ષીણ થયા હોય છે, તે આ પ્રમાણે છે– (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણીય (૩) મોહનીય (૪) અત્તરાય.
७६ उप्पण्णाणदसणधरे णं अरहा जिणे केवली चत्तारि कम्मंसे वेदेइ, तं નહ- વેન્નિ , નાક, ગામ, ગોવં ! ભાવાર્થ :- ઉત્પન્ન કેવલજ્ઞાન-દર્શનના ધારક કેવલી જિન અહત ચાર કર્મોનું વેદન કરે છે, તે આ પ્રમાણે છે– (૧) વેદનીય (૨) આયુષ્ય (૩) નામ (૪) ગોત્ર.
७७ पढमसमयसिद्धस्स णं चत्तारि कम्मंसा जुगवं खिण्णंति, तं जहाવેખિન્ન, આડયં, નામ, !
ભાવાર્થ :- પ્રથમ સમયવર્તી સિદ્ધના ચાર કર્માશો એક સાથે ક્ષીણ થાય છે, તે આ પ્રમાણે છે– (૧) વેદનીય (૨) આયુષ્ય (૩) નામ (૪) ગોત્ર.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં કેવળી ભગવાન તથા સિદ્ધ ભગવાનના કર્મક્ષય સંબંધી વર્ણન છે. સામાન્ય રીતે કર્મને, સત્તાગત કર્મને જ કર્માશ કહેવામાં આવે છે. કેવળી ભગવાન, તેરમા ગુણસ્થાનના પ્રથમ સમયે, પ્રથમ સમય કેવળી જિન કહેવાય છે. તે સમયમાં ચાર ઘાતી કર્મનો ક્ષય થાય છે અને તે જ સમયે કેવળ જ્ઞાન-કેવળ દર્શન ઉત્પન્ન થાય છે. તે કેવળી ભગવાન તેરમા ચૌદમા ગુણસ્થાને ચાર અઘાતી કર્મોનું વેદન કરે છે. ચૌદમાં ગુણસ્થાનના અંતે અને સિદ્ધ અવસ્થાના પ્રથમ સમયે તે ચાર અઘાતી કર્મોનો પણ ક્ષય કરે છે. ચૌદમા ગુણસ્થાનના અંતિમ સમય સુધી ચાર અઘાતી કર્મોનું વદન હોય છે. કાર્ય સમય અને ફળ સમય એક હોવાની અપેક્ષાએ અહીં 'સિદ્ધ પ્રથમ સમયમાં ચાર કર્મ ક્ષીણ કરે' તેમ કહ્યું છે.