________________
[ ૩૩૮ ]
શ્રી ઠાણાંગ સત્ર-૧
ચાર પ્રકારે હાસ્યોત્પત્તિ :७८ चउहि ठाणेहिं हासुप्पत्ती सिया, तं जहा- पासेत्ता, भासेत्ता, सुणेत्ता, સંમત્તા .. ભાવાર્થ :- ચાર પ્રકારે હાસ્યની ઉત્પત્તિ થાય છે, તે આ પ્રમાણે છે– (૧) જોઈને (૨) બોલીને (૩) સાંભળીને (૪) સંભારીને. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં હાસ્યમોહનીયના ઉદયના ચાર નિમિત્તનું દર્શન કરાવ્યું છે.
પારા- નટ, વિદુષક આદિ કુતૂહલકારી દશ્યો જોવાથી, મારે- અન્ય કોઈ બોલ્યા હોય તેનું અનુકરણ કરી ચાળા પાડવાથી,હાસ્યોત્પાદક વચન બોલવાથી, જુઓ - હાસ્યોત્પાદક વચન સાંભળવાથી, સંમત્તા- હાસ્યજનક સાંભળેલી કે જોયેલી વાતોનું સ્મરણ કરવાથી હાસ્યમોહનીયનો ઉદય થાય છે. સ્ત્રી-પુરુષને કાષ્ઠાદિના તફાવતની ઉપમા :७९ चउव्विहे अंतरे पण्णत्ते, तं जहा- कटुंतरे, पम्हंतरे, लोहतरे, पत्थरंतरे । एवामेव इत्थीए वा पुरिसस्स वा चउव्विहे अंतरे पण्णत्ते, तं जहाकटुंतरसमाणे, पम्हंतरसमाणे, लोहतरसमाणे पत्थरंतरसमाणे । ભાવાર્થ :- અંતર ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કાષ્ઠકા વચ્ચે અંતર હોય છે તેમજ (૨) રેશા(સૂતરના તાંતણા)રેશા વચ્ચે અંતર (૩) લોખંડ–લોખંડ વચ્ચે અંતર (૪) પથ્થર–પથ્થર વચ્ચે અંતર હોય છે.
તે જ રીતે સ્ત્રી-સ્ત્રી વચ્ચે અને પુરુષ-પુરુષ વચ્ચે પણ ચાર પ્રકારના અંતર કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કાષ્ઠાન્તર સમાન ગુણની અપેક્ષાએ અંતર. (૨) પક્ષ્માન્તર સમાન કોમલતાની અપેક્ષાએ અંતર. (૩) લોહાન્તર સમાન ઉપયોગ અને ચમકની અપેક્ષાએ અંતર. (૪) પથ્થરાંતર સમાન ચમક અને કિંમતની અપેક્ષાએ અંતર.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પુરુષ-પુરુષ વચ્ચેનું અંતર, કાષ્ઠ, લોખંડ વગેરેના અંતર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
ફતર :- બાવળ વૃક્ષના લાકડા, સાગના લાકડા, સીસમના લાકડા અને ચંદન વૃક્ષના લાકડા વગેરે