________________
[ ૩૩૬ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
અલગ કરવામાં આવે તો તે પંચ મહાવ્રત થાય છે. તીર્થકર ઋજુ-પ્રાજ્ઞ સાધુ માટે ચાતુર્યામ ધર્મનું અને ઋજ–જડ કે વક્ર–જડ માટે પંચમહાવ્રત ધર્મનું કથન કરે છે. ચાતુર્યામ અને પંચમહાવ્રતમાં તાત્વિક તફાવત નથી.
ચાર-ચાર પ્રકારની દુર્ગતિ-સુગતિ :७१ चत्तारि दुग्गईओ पण्णत्ताओ, तं जहा- णे रइयदुग्गई, तिरिक्खजोणियदुग्गई, मणुस्सदुग्गई, देवदुग्गई। ભાવાર્થ - ચાર પ્રકારની દુર્ગતિ કરી છે, તે આ પ્રમાણે છે- (૧) નૈરયિક દુર્ગતિ (૨) તિર્યંચ યોનિક દુર્ગતિ (૩) મનુષ્ય દુર્ગતિ (૪) દેવ દુર્ગતિ.
७२ चत्तारि सोग्गईओ पण्णत्ताओ, तं जहा- सिद्धसोग्गई, देवसोग्गई, मणुयसोग्गई, सुकुलपच्चायाई । ભાવાર્થ :- ચાર પ્રકારની સુગતિ કહી છે, તે આ પ્રમાણે છે- (૧) સિદ્ધ સુગતિ (૨) દેવ સુગતિ (૩) મનુષ્ય સુગતિ (૪) સુકુલ ઉત્પત્તિ. ७३ चत्तारि दुग्गया पण्णत्ता, तं जहा- णेरइयदुग्गया, तिरिक्खिजोणियदुग्गया, मणुयदुग्गया, देवदुग्गया । ભાવાર્થ – દુર્ગત (દુર્ગતિમાં ઉત્પન્ન થવાવાળા જીવોચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) નિરયિક દુર્ગત (૨) તિર્યંચયોનિક દુર્ગત (૩) મનુષ્ય દુર્ગત (૪) દેવ દુર્ગત.
७४ चत्तारि सुग्गया पण्णत्ता, तं जहा- सिद्धसुग्गया, देवसुग्गया, मणुयसुग्गया, सुकुलपच्चायाया । ભાવાર્થ :- સુગત(સુગતિમાં ઉત્પન્ન થનારા જીવ)ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) સિદ્ધ સુગત (૨) દેવ સુગત (૩) મનુષ્ય સુગત (૪) સુકુલમાં ઉત્પન્ન જીવ. વિવેચન :વારિ ગાડું - સામાન્ય રૂપે નરક અને તિર્યંચ ગતિને દુર્ગતિ કહેવાય અને મનુષ્ય, દેવગતિને સુગતિ કહેવાય છે પરંતુ અહીં હીનાચાર અને હીન વિચારવાળા તથા દુષ્ટ પ્રકૃતિવાળા મનુષ્ય અને દેવની ગતિને પણ દુર્ગતિમાં સમાવિષ્ટ કરી, ચોથા સ્થાનના કારણે ચાર દુર્ગતિક કહ્યા છે. વારિ સુપ - ચાર ગતિમાં સુગતિ તો બે જ છે, મનુષ્ય અને દેવ. પરંતુ ચોથા સ્થાનના કારણે