________________
સ્થાન–૪ : ઉદ્દેશક-૧
चरित्तपायच्छित्ते, वियत्तकिच्चपायच्छित्ते ।
ભાવાર્થ :- પ્રાયશ્ચિત્તના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) જ્ઞાન પ્રાયશ્ચિત્ત (૨) દર્શન પ્રાયશ્ચિત્ત (૩) ચારિત્ર પ્રાયશ્ચિત્ત (૪) વ્યક્તકૃત્ય પ્રાયશ્ચિત્ત.
૩૪
६६ चउव्विहे पायच्छित्ते पण्णत्ते, तं जहा- पडिसेवणापायच्छित्ते, संजोयणापायच्छित्ते, आरोवणापायच्छित्ते, पलिउंचणापायच्छित्ते ।
ભાવાર્થ :- પ્રાયશ્ચિતના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) પ્રતિસેવના પ્રાયશ્ચિત્ત (૨) સંયોજના પ્રાયશ્ચિત્ત (૩) આરોપણા પ્રાયશ્ચિત્ત (૪) પરિકુંચના(માયાકૃત)પ્રાયશ્ચિત્ત.
વિવેચન :
બે સૂત્ર દ્વારા સૂત્રકારે પ્રાયશ્ચિત્તના આઠ પ્રકાર દર્શાવ્યા છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ પ્રાયશ્ચિત્તના ત્રણ પ્રકાર ત્રીજા સ્થાનમાં કહ્યા છે, તેમાં એક વૃદ્ધિ કરી અહીં ચાર કહ્યા છે.
વિયત્તત્ત્વિ(વ્યક્તકૃત્ય) = (૧) વ્યક્ત = ગીતાર્થ સાધુ દ્વારા અપાયેલ પ્રાયશ્ચિત્ત. (૨) જ્ઞાનાદિના અતિચારની વિશુદ્ધિ માટે આલોચનાદિ વિશેષ રૂપ જે પ્રાયશ્ચિત્ત અપાય તે. (૩) કોઈ અપરાધનું પ્રાયશ્ચિત્ત વિધાન પ્રાયશ્ચિત્ત ગ્રંથોમાં ન હોય ત્યારે ગીતાર્થ સાધુ જે પ્રાયશ્ચિત આપે તે વિદત્ત કહેવાય. વિદત્ત = વિશેષરૂપથી, અવસ્થા વિશેષથી અપાયેલું પ્રાયશ્ચિત્ત. (૪) પ્રાયશ્ચિત્ત દાતાને સેવા દ્વારા પ્રીતિ ઉપજાવ્યા પછી ગ્રહણ કરાતું પ્રાયશ્ચિત્ત.
ન
पडिसेवणापायच्छित्ते
- પ્રતિસેવના = અકૃત્યનું સેવન; મૂળગુણ, ઉત્તર ગુણની વિરાધના; વ્રતોમાં લાગતા અતિચાર. આ પ્રતિસેવનાની શુદ્ધિ માટે જે પ્રાયશ્ચિત્ત આપવામાં આવે તેને પ્રતિસેવના પ્રાયશ્ચિત્ત
કહે છે.
==
संजोयणापायच्छित्ते ઃ– એક જાતના અનેક અતિચાર લાગ્યા હોય, તે અનેક અતિચારોને ભેગા કરવા તે સંયોજના કહેવાય. જેમ કે શય્યાતરને ઘેરથી ભિક્ષા ગ્રહણ કરે તો તે એક દોષ, દાતાના ભીના હાથે લીધું હોય તો તે બીજો દોષ, તે આહાર આધાકર્મી હોય તો ત્રીજો દોષ. આ રીતે અનેક દોષો સંયુક્ત હોય અને તે માટે પ્રાયશ્ચિત્ત આપવામાં આવે તેને સંયોજના પ્રાયશ્ચિત્ત કહે છે. અનેક પ્રકારના દોષોની એક સાથે આલોચના કરી પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવામાં આવે તેને પણ સંયોજના પ્રાયશ્ચિત્ત કહે છે.
આરોવળાપાøિત્તે ઃ– કોઈ અપરાધનું પ્રાયશ્ચિત્ત તપ ચાલી રહ્યું હોય, તે સમયમાં પુનઃ કોઈ દોષ લગાડે ત્યારે તપ પ્રાયશ્ચિત્તનો સમય વધારવામાં આવે તેને આરોપણા પ્રાયશ્ચિત્ત કહે છે.
पलिउंचणापायच्छित्ते -- • પરિકુંચન = માયા, પ્રવંચના, અપરાધને છુપાવવા, અપરાધને અન્યરૂપે પ્રગટ કરવા, તેનું નામ પ્રવંચના, માયા છે. માયા યુક્ત આલોચનાનું જે અતિરિક્ત પ્રાયશ્ચિત્ત આપવામાં