________________
૩૩૪ ]
શ્રી ઠાણાંગ સત્ર-૧
આવે તેને પરિકંચના પ્રાયશ્ચિત્ત કહેવાય છે. પ્રમાણ, મરણ વગેરે કાળના ચાર પ્રકાર :६७ चउव्विहे काले पण्णत्ते, तं जहा- पमाणकाले, अहाउयणिव्वत्तिकाले, મરણ- old, અઠ્ઠાવાને | ભાવાર્થ :- કાળના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) પ્રમાણમાળ (૨) યથાયુનિવૃત્તિકાળ (૩) મરણકાળ (૪) અદ્ધાકાળ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકારે ચાર પ્રકારના કાળની પરિગણના કરી છે. પ્રમાણકાળ – પ્રમીયતે છિદ્યતે વેન વર્ષ તપોવનજીક તત્વની તવેવ વાd પ્રમાણાત: | સ્થાનાંગવૃત્તિ. જેના દ્વારા વર્ષ પલ્યોપમ વગેરેનો નિશ્ચય કરાય તે કાળ પ્રમાણ કહેવાય છે. દિવસ રાત્રિ દ્વારા વર્ષ વગેરેનો નિશ્ચય કરાય છે માટે તેને પ્રમાણકાળ કહે છે. દિવસ રાત્રિ રૂપ પ્રમાણકાળ મનુષ્યક્ષેત્રમાં જ હોય છે. સમય, આવલિકા, આણ–પ્રાણ વગેરે કાળને જાણવાના એકમો છે, તે પણ પ્રમાણ કાળ' કહેવાય છે. યથા આયુષ્ય નિવૃત્તિકાળ – આયુષ્ય કર્મની સ્થિતિ અનુસાર જીવ નરકાદિ ગતિમાં અવસ્થાન કરે તે. મરણકાળ - મૃત્યુ સમય તે મરણકાળ. અહાકાળ :- વર્તનાદિ લક્ષણવાળો કાળ તે અદ્ધાકાળ કહેવાય. કાળ પ્રત્યેક દ્રવ્યની પર્યાય-અવસ્થાના પરિવર્તનમાં નિમિત્તભૂત બને છે, તેને વર્તના કહે છે. વર્તના લક્ષણરૂપ આ અદ્ધાકાળ સર્વ દ્રવ્યો પર અને સર્વ લોકમાં વર્તે છે.
બાળક, યુવા, વૃદ્ધ વગેરે જીવપર્યાય અને નવા, જુના અને જીર્ણ વસ્ત્ર વગેરે અજીવપર્યાય પરિવર્તનમાં અદ્ધાકાળ નિમિત્ત બને છે.
ચાર પ્રકારના પુદ્ગલ પરિણામ :६८ चउव्विहे पोग्गलपरिणामे पण्णत्ते,तं जहा- वण्णपरिणामे, गंधपरिणामे, रसपरिणामे, फासपरिणामे । ભાવાર્થ :- પુદ્ગલ પરિણામના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) વર્ણ પરિણામ (૨) ગંધ પરિણામ (૩) રસ પરિણામ (૪) સ્પર્શ પરિણામ.