________________
૩૩૨ ]
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
ભાવાર્થ :- સંસારના ચાર પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) દ્રવ્ય સંસાર (૨) ક્ષેત્ર સંસાર (૩) કાળ સંસાર (૪) ભાવ સંસાર.
વિવેચન :
સંસરતીતિ સંસાર, જ્યાં જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં, એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં પરિભ્રમણ કરે છે તેને સંસાર કહે છે. જીવ અને પુદ્ગલનો જે સંબંધ છે, તેને પણ સંસાર કહે છે. દ્રવ્ય સંસાર - જીવનું ચાર ગતિમાં પરિભ્રમણ થાય, તેને દ્રવ્યસંસાર કહે છે.
ક્ષેત્ર સંસાર:- ચૌદ રાજુપ્રમાણ લાંબા આ લોકમાં જીવ–પુગલનું પરિભ્રમણ થાય છે. ક્ષેત્ર આધાર છે, પરિભ્રમણશીલ જીવ આધેય છે. આધારમાં આધેયનો ઉપચાર કરી લોકને ક્ષેત્ર સંસાર કહે છે. કાળ સંસાર :- સમય, આવલિકા, પૂર્વ, પલ્યોપમ, સાગરોપમ આદિ કાળસ્થિતિ અનુસાર નરકાદિ ગતિઓમાં જીવોનું ઉત્સર્પિણી–અવસર્પિણી કે પુગલપરાવર્તનરૂપ જે પરિભ્રમણ થાય છે, તેને કાળ સંસાર કહે છે. પ્રત્યેક ગતિમાં સમય મર્યાદા અનુસાર સ્થિતિ પૂર્ણ કરતો જીવ અનંતકાલ પરિભ્રમણ કરે છે. તેથી કાળને ઉપચારથી સંસાર કહે છે.
ભાવ સંસાર :- ઔદયિક આદિ ભાવો તથા વર્ણાદિ પર્યાયોનાં પરિણમનને ભાવ સંસાર કહે છે.
દષ્ટિવાદના ચાર વિભાગ :६४ चउविहे दिट्ठिवाए पण्णत्ते, तं जहा- परिकम्म, सुत्ताई, पुव्वगए, अणुजोगे। ભાવાર્થ -દષ્ટિવાદના ચાર વિભાગ કહ્યા છે, તે આ પ્રમાણે છે- (૧) પરિકર્મ (૨) સૂત્ર (૩) પૂર્વગત (૪) અનુયોગ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દષ્ટિવાદ સૂત્રના વિભાગોનું ભેદ રૂપે નિરૂપણ કર્યું છે.
દષ્ટિવાદ નામના બારમા અંગના પાંચ વિભાગ આ પ્રમાણે છે– (૧) પરિકર્મ (૨) સૂત્ર (૩) પૂર્વગત (૪) અનુયોગ (૫) ચૂલિકા. અહીં ચોથું સ્થાન હોવાથી પ્રથમના ચાર ભેદ ગ્રહણ કર્યા છે.
દષ્ટિવાદ સૂત્ર વિચ્છિન્ન થઈ ગયું છે. તે સંબંધી પરિચયાત્મક વર્ણન નંદી સૂત્રમાં છે. ચાર-ચાર પ્રકારના પ્રાયશ્ચિત્ત :६५ चउव्विहे पायच्छित्ते, पण्णत्ते,तं जहा- णाणपायच्छित्ते, दंसणपायच्छित्ते,