________________
સ્થાન–૪ : ઉદ્દેશક-૧
વિવેચન :
દિશાકુમારિકાઓ તીર્થંકરોનો જન્મોત્સવ ઉજવે છે. દિશાકુમારીકાઓ છપ્પન છે. તેમાંથી આઠ આઠના થોકમાં અડતાલીસ દેવીઓ છે અને ચાર ચારના થોકમાં આઠ દેવીઓ છે. ચોથા સ્થાનને અનુલક્ષીને અહીં ચાર ચારના જોડકે આઠ દેવીઓના નામ કહ્યા છે.
૩૩૧
રૂપા વગેરે ચાર રુચકદ્વીપની મધ્યમાં રહે છે અને તે દેવીઓ નવજાત તીર્થંકર પ્રભુની નાલનું છેદન કરે છે. ચિત્રા વગેરે ચાર વિદ્યુત્ક્રુમારિકાઓ રુચકદ્વીપની ચાર વિદિશામાં રહે છે. તે દેવીઓ પ્રભુના જન્મોત્સવ સમયે હાથમાં દીપક લઈ ગીત ગાતી ઊભી રહે છે.
રૂપા વગેરે ચાર દેવીઓના નામ જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિથી કંઈક ભિન્ન છે, યથા– રૂપા, રૂપાંસિકા, સુરૂપા અને રૂપકાવતી. ચિત્રા વગેરે ચારને જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિમાં દિશાકુમારી કહી છે અને અહીં સ્થાનાંગમાં વિદ્યુતકુમારી કહી છે. ટીકાકારે તેનું કોઈપણ કારણ સ્પષ્ટ કર્યું નથી.
મધ્યમ પરિષદના દેવ-દેવીની સ્થિતિ :
६१ सक्कस्स णं देविंदस्स देवरण्णो मज्झिमपरिसाए देवाणं चत्तारि पलिओवमाइं ठिइ पण्णत्ता ।
ભાવાર્થ -- દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્રની મધ્યમ પરિષદના દેવોની સ્થિતિ ચાર પલ્પોપમની કહી છે.
६२ ईसाणस्स णं देविंदस्स देवरण्णो मज्झिमपरिसाए देवीणं चत्तारि पलिओवमाइं ठिइ पण्णत्ता ।
ભાવાર્થ :- દેવેન્દ્ર દેવરાજ ઈશાનેન્દ્રની મધ્યમ પરિષદની દેવીઓની સ્થિતિ ચાર પલ્યોપમની કહી છે.
વિવેચન :
આ ચોથું સ્થાન છે. આમાં ચાર સંખ્યા પરિમાણવાળી વસ્તુઓ કે તત્ત્વોનું કથન છે. તેથી ચાર
પલ્યોપમની સ્થિતિવાળા શક્રેન્દ્રની મધ્યમ પરિષદના દેવ અને ઈશાનેન્દ્રની મધ્યમ પરિષદની દેવીઓની સ્થિતિ અહીં બતાવી છે.
દ્રવ્યાદિ ચાર પ્રકારના સંસાર ઃ
૬૨ પડવિષે સંસારે પબ્બત્ત, તેં નહીં- વ્યસતારે, હેત્તસંસારે, જાલસંસારે, भावसंसारे ।