________________
[ ૩૩૦]
શ્રી ઠાણાંગ સત્ર-૧
ચાર જાતિના દેવો :|५७ चउव्विहा देवा पण्णत्ता, तं जहा- भवणवासी, वाणमंतरा, जोइसिया, विमाणवासी।
ભાવાર્થ :- દેવ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) ભવનવાસી (૨) વાણવ્યંતર (૩) જ્યોતિષ્ક (૪) વિમાનવાસી-વૈમાનિક.
દ્રવ્યાદિ ચાર પ્રમાણ :५८ चउव्विहे पमाणे पण्णत्ते, तं जहा- दव्वप्पमाणे, खेत्तप्पमाणे, कालप्पमाणे, भावप्पमाणे । ભાવાર્થ :- પ્રમાણના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) દ્રવ્ય પ્રમાણ (૨) ક્ષેત્ર પ્રમાણ (૩) કાળ પ્રમાણ (૪) ભાવપ્રમાણ.
વિવેચન :
પળ :- વસ્તુના સર્વ અંશોને ગ્રહણ કરનારું જ્ઞાન તે પ્રમાણ. અમીયતે છિન્નતિ પ્રમાણમ્ | જેના દ્વારા પદાર્થોનો નિશ્ચય કરાય તે પ્રમાણ. પ્રમાણ દ્વારા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનું જ્ઞાન થાય છે. માટે પ્રમાણ ચાર પ્રકારના છે. પ્રમાણનું વિશદ વર્ણન અનુયોગદ્વાર સૂત્રમાં છે.
ચકદ્વીપની ચાર-ચાર દિશાકુમારીઓ :५९ चत्तारि दिसाकुमारिमहत्तरियाओ पण्णत्ताओ, तं जहा- रूया, रूयंसा, સુવા, ચાવડું ! ભાવાર્થ - ચાર દિશાકુમારી મહત્તરિકાઓ કહી છે, તે આ પ્રમાણે છે- (૧) રૂપા (૨) રૂપાંશા (૩) સુરૂપા (૪) રૂપવતી. ६० चत्तारि विज्जुकुमारिमहत्तरियाओ पण्णत्ताओ, तं जहा- चित्ता, चित्तकणगा, सतेरा, सोयामणी । ભાવાર્થ :- ચાર વિધુતકુમારી મહત્તરિકા કહી છે– (૧) ચિત્રા (૨) ચિત્રકનકા (૩) સતેરા (૪) સૌદામિની.