________________
સ્થાન–૪: ઉદ્દેશક-૧
૩૨૯
(૧૨) વિશિષ્ટના- (૧) રૂપ (૨) રૂપાંશ (૩) રૂપપ્રભ (૪) રૂપકાત્ત. (૧૩) જલકાન્તના- (૧) જલ (૨) જલરત (૩) જલકાત્ત (૪) જલપ્રભ. (૧૪) જલપ્રભના- (૧) જલ (૨) જલરત (૩) જલપ્રભ (૪) જલકાન્ત. (૧૫) અમિતગતિના– (૧) ત્વરિતગતિ (૨) ક્ષિપ્રગતિ (૩) સિંહગતિ (૪) સિંહવિક્રમગતિ. (૧) અમિતવાહનના– (૧) ત્વરિતગતિ (૨) ક્ષિપ્રગતિ (૩) સિંહવિક્રમગતિ (૪) સિંહગતિ. (૧૭) વેલમ્બના– (૧) કાલ (૨) મહાકાલ (૩) અંજન (૪) રિષ્ટ. (૧૮) પ્રભંજનના– (૧) કાલ (૨) મહાકાલ (૩) રિષ્ટ (૪) અંજન. (૧૯) ઘોષના- (૧) આવર્ત () વ્યાવર્ત (૩) નંદિકાવર્ત (૪) મહાનંદિકાવર્ત. (૨૦) મહાઘોષના- (૧) આવર્ત (૨) વ્યાવર્ત (૩) મહાનંદિકાવર્ત (૪) નંદિકાવર્ત. શકેન્દ્રના- (૧) સોમ (૨) યમ (૩) વરુણ (૪) વૈશ્રવણ. ઈશાનેન્દ્રના- (૧) સોમ (૨) યમ (૩) વૈશ્રમણ (૪) વરુણ. આ રીતે અચ્યતેન્દ્ર પર્યત એકાંતરિક ઈન્દ્રના લોકપાલોના નામ જાણવા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ૧૦ ભવનપતિના ૨૦ ઈન્દ્ર છે. એક એક ઈન્દ્રના ચાર–ચાર લોકપાલને ગણતાં ૨૦૪૪ = ૮૦ લોકપાલ દેવો ભવનપતિના છે. વાણવ્યંતર અને જ્યોતિષીદેવોમાં લોકપાલ નથી. વૈમાનિકોમાં શક્રેન્દ્ર, સનસ્કુમારેન્દ્ર,બ્રહ્મલોકેન્દ્ર, મહાશુક્રેન્દ્ર અને પ્રાણતેન્દ્ર પ્રત્યેકના ચાર–ચાર લોકપાલ હોય છે– સોમ, યમ, વરુણ અને વૈશ્રમણ. ઈશાનેન્દ્ર, માહેન્દ્ર, લાન્તકેન્દ્ર સહસારેન્દ્ર અને અય્યતેન્દ્ર પ્રત્યેકના ચાર–ચાર લોકપાલ હોય છે– સોમ, યમ, વૈશ્રમણ અને વરુણ. આ રીતે દશ ઈન્દ્રના ચાર ચાર લોકપાલને ગણતાં ૧૦*૪= ૪૦ લોકપાલ દેવો વૈમાનિકના છે. તેથી સર્વ મળી દેવોના કુલ ૧૨૦ લોકપાલ દેવો થાય છે.
આ લોકપાલનું જ્ઞાન તથા તેની કાર્યવાહી શું હોય તેનું વર્ણન ભગવતી સૂત્ર શતક-૩, ઉદ્દેશક-૭માં છે. પાતાલ કળશોના સ્વામી વાયુકુમારદેવ :
५६ चउव्विहा वाउकुमारा पण्णत्ता, तं जहा- काले, महाकाले, वेलंबे, પનો
ભાવાર્થ :- વાયુમાર જાતિના ચાર દેવ છે, તે આ પ્રમાણે છે– (૧) કાલ (૨) મહાકાલ (૩) વેલમ્બ (૪) પ્રભંજન(પાતાલકળશોના સ્વામી).
વિવેચન :
લવણ સમુદ્રમાં ચારે દિશામાં ચાર મહા પાતાળકળશ છે. સૂત્રમાં તેના સ્વામી દેવોના નામ સૂચિત કર્યા છે. તે દેવ વાયુકુમાર જાતિના ભવનપતિ દેવ છે.