________________
| ૩૨૬ |
શ્રી ઠાણાગ સુત્ર-૧
કર્મોની ઉદીરણા અને ઉપશમનના અર્થની અપેક્ષાએ વ્યક્તિ તપશ્ચર્યા આદિ દ્વારા પોતાના પાપકર્મોની ઉદીરણા કરે અને તેને ઉપશમાવે, તેમજ ઉપદેશાદિ દ્વારા અન્યના પાપકર્મોની ઉદીરણા કરાવે તથા ઉપશમ કરે તેમ અર્થ થાય છે. અભ્યત્થાન, વંદન આદિની ચૌભંગીઓ :|५३ चत्तारि पुरिसजाया पण्णत्ता,तं जहा- अब्भुढेइ णाममेगे णो अब्भुट्ठावेइ, अब्भुट्ठावेइ णाममेगे णो अब्भुढेइ, एगे अब्भुढेइ वि अब्भुट्ठावेइ वि, एगे णो अब्भुढेइ णो अब्भुट्ठावेइ । एवं वंदइ, सक्कारेइ, सम्माणेइ, पूएइ, वाएइ, પડછ, પુછ, વારે માળિયળ્યો ! ભાવાર્થ :- ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ(ગુરુજનાદિને જોઈને) અભ્યત્થાન કરે છે પરંતુ બીજા પાસે અભ્યત્થાન કરાવતા નથી. (૨) કોઈ પુરુષ બીજા પાસે અમ્યુત્થાન કરાવે છે પરંતુ સ્વયં અભ્યત્થાન કરતા નથી. (૩) કોઈ પુરુષ સ્વયં અભ્યત્થાન કરે છે અને બીજા પાસે અભ્યત્થાન કરાવે છે. (૪) કોઈ પુરુષ ન સ્વયં અભ્યત્થાન કરે, ન અન્ય પાસે અભ્યત્થાન કરાવે.
જેમ અભ્યત્થાનની ચૌભંગી કહી તેમજ વંદન, સત્કાર, સન્માન કરવા, વસ્ત્રાદિ દેવા, વાચના દેવી, વાચના લેવી, પ્રશ્ન પૂછવા અને વ્યાખ્યાન કરવા સંબંધી ચૌભંગીઓ કહેવી જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ગુરુ આદિના વિનય અને શાસ્ત્ર વાચનાદિ સંબંધિત ચૌભંગીઓ દર્શાવી છે. તેમાં ગુરુ સમીપે આવે ત્યારે ઊભા થવા સંબંધી એક ચૌભંગી સ્પષ્ટ રીતે કહી છે. વંદન, સન્માન વગેરેની અન્ય આઠ ચૌભંગી તે પ્રમાણે કહેવાનું સૂચન કર્યું છે. આ રીતે કુલ નવ ચૌભંગી પ્રસ્તુત સૂત્રમાં કહી છે. અભ્યસ્થાનાદિ પદના અર્થ:(૧) ભુદે – અદ્ભુત્થાન, ઊભા થવું. ગુરુ કે વડીલ શ્રમણ પોતાના સમીપે આવે કે પાસેથી પસાર થાય ત્યારે ઊભા થવું. (૨) વંદુ શાસ્ત્ર વિધિ પ્રમાણે બાર આવર્ત પૂર્વક વંદના કરવી અથવા (તિgત્તો)ત્રણ આવર્તન પૂર્વક વંદના કરવી. (૩) સવારે-વચનથી આદર દેવો તે સત્કાર કહેવાય. (૪) સમ્માને - બહુમાન જાળવવા ગુણસ્તુતિ કરવી તે સન્માન કહેવાય. (૫) પૂ – આહાર, પાણી, વસ્ત્રાદિ પ્રદાન કરવા તે પૂજા કહેવાય.