________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૧
૩૨૭]
(૬) વા :- સૂત્રાર્થની વાચના દેવી. વાયવેર્ – બીજાને વાચના દેવાનો અવસર આપે અને ગોવા - બીજાને વાચના દેવાનો અવસર ન આપે. તેની ચૌભંગી અને દાંત ટીકામાં આ પ્રમાણે છે– (૧) વાચના આપે છે પણ લેતા નથી–ઉપાધ્યાય (૨) વાચના દેવાનો અવસર આપે અર્થાત્ અન્ય પાસેથી વાચના લે પણ પોતે વાચના દેતા નથી–નવદીક્ષિત (૩) સ્વયં વાચના આપે અને બીજાને પણ વાચના દેવાનો અવસર આપે અર્થાતુ અન્ય પાસેથી વાચના લે–દીર્ઘ પર્યાયવાળા શ્રમણ. (૪) સ્વયં વાચના આપે નહી અને બીજાને પણ વાચના દેવાનો અવસર દેતા નથી અર્થાતુ બીજા પાસેથી વાચના લે નહીં –જિનકલ્પી આદિ. (૭) ડિછ(પ્રતિષ્ઠતિ) – વાચના લેવી, સૂત્રાર્થ ગ્રહણ કરવા. (૮) પુચ્છ – પ્રશ્ન પૂછવા અથવા અજ્ઞાત અને શંકિત તત્ત્વ માટે પ્રશ્ન પૂછી તેને સમજવું, અર્થ પરમાર્થનો નિર્ણય કરવો. (૯) વાપરે - સૂત્રાદિનું વ્યાખ્યાન કરવું, કથન કરવું.
વંદનાથી વાગરણ સુધીની ચૌભંગીઓ અભ્યત્થાન પ્રમાણે જાણવી. જેમ કે કોઈ સ્વયં વંદન કરે છે પણ અન્યને વંદન કરાવતા નથી, તેમજ કોઈ સ્વયં સત્કાર કરે પણ અન્યને સત્કાર કરાવતા નથી વગેરે. સૂત્ર અને અર્થધારક પુરુષની ચૌભગી :|५४ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- सुत्तधरे णाममेगे णो अत्थधरे, अत्थधरे णाममेगे णो सुत्तधरे, एगे सुत्तधरे वि अत्थधरे वि, एगे णो सुत्तधरे णो अत्थधरे । ભાવાર્થ :- પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ સૂત્રધર હોય, અર્થધર ન હોય (૨) કોઈ પુરુષ સૂત્રધર ન હોય પરંતુ અર્થઘર હોય (૩) કોઈ પુરુષ સૂત્રધર પણ હોય અને અર્થધર પણ હોય (૪) કોઈ પુરુષ સૂત્રધર ન હોય અને અર્થધર પણ ન હોય. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સૂત્ર અને અર્થની અપેક્ષાએ સાધકનું વર્ગીકરણ કર્યું છે. જેને મૂળપાઠ કંઠસ્થ હોય તે સૂત્રધર કહેવાય અને જેને અર્થનું સ્મરણ હોય તે અર્થધર કહેવાય. તે ચૌભંગી ભાવાર્થથી સ્પષ્ટ છે. એકસો વીસ લોકપાલોના નામ :|५५ चमरस्स णं असुरिंदस्स असुरकुमाररण्णो चत्तारि लोगपाला पण्णत्ता, તં નહીં- સોને, મને, વરુ, વેલમછે ! પત્ર વસ્તિવિ-સૌને, બને, તમને, वरुणे। धरणस्स-कालपाले, कोलपाले, सेलपाले, संखपाले ।