________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૧
[ ૩૨૫ ]
वज्जं उवसामेइ परस्सवि, एगे णो अप्पणो वज्जं उवसामेइ णो परस्स । ભાવાર્થ :- (કષાય ઉપશમની દષ્ટિએ)ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ પોતાના પાપ-દોષને ઉપશાંત કરે, બીજાના પાપ-દોષને નહીં. (૨) કોઈ પુરુષ બીજાના પાપ-દોષને ઉપશાંત કરે, પોતાના પાપ-દોષને નહીં. (૩) કોઈ પુરુષ પોતાના પાપ-દોષને પણ ઉપશાંત કરે અને બીજાના પાપ-દોષને પણ ઉપશાંત કરે. (૪) કોઈ પુરુષ ને પોતાના પાપ-દોષને ઉપશાંત કરે, ન બીજાના પાપ–દોષને ઉપશાંત કરે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સ્વ–પરના પાપ-દોષ કે અપકૃત્ય પ્રતિ લક્ષ્ય આપનાર અને લક્ષ્ય ન આપનાર વ્યક્તિનું ત્રણ ચૌભંગીમાં નિરૂપણ છે. વર્ષા :- આ પદની ત્રણ સંસ્કૃત છાયા થાય છે– અવદ્ય, વન્યું અને વર્ઝ. (૧) સંસ્કૃત પદ અવદ્ય-માંથી ૪ નો લોપ થઈ જવાથી વM પદ રહે છે. પાપકર્મને અવધ કહે છે. (૨) વર્ચ- જે છોડવા યોગ્ય તે વર્યુ કહેવાય છે. હિંસા-અસત્ય વગેરે દુરાચરણ, દોષો, પાપકર્મ છોડવા યોગ્ય છે. (૩) ૧- આત્માને ભારે કરનારા હોવાથી હિંસાદિ પાપોને વજ કહે છે. તેથી વક્ત નો અર્થ પાપકારી કાર્ય, થાય છે. પ્રસ્તુતમાં સ્વપરના દોષોને (દુષ્કૃત્યોને) જોવા ન જોવા, ઉત્તેજિત (વૃદ્ધિ) કરવા ન કરવા, મંદ કરવા ન કરવા સંબંધી અર્થ સંગત થાય છે.
કેટલાક હળુકર્મી મનુષ્ય પોતાના પાપ-દોષને જુએ છે પણ બીજા પ્રત્યે ઉદાસીન રહી તેના પાપોને જોતા નથી. કેટલાક અહંકારી મનુષ્ય બીજાના પાપોને જુએ પણ પોતાના પાપોને જોતા નથી. તે ચૌભંગી સૂત્રથી સ્પષ્ટ છે. પાપને જોવાની જેમ પાપોની ઉદીરણા અને ઉપશાંત કરવા સંબંધી ચૌભંગી પણ સૂત્રાર્થથી સ્પષ્ટ છે. ૩થી ૩વસાફ - ઉદીરણા શબ્દનો અર્થ, ઉદયમાં નહીં આવેલા કર્મોને ઉદયાવલિકામાં પ્રવિષ્ટ કરાવી, ઉદયમાં લાવી સ્વયં ભોગવી લેવા તે પ્રમાણે થાય પરંતુ પ્રસ્તુતમાં દોષોને, પાપકાર્યોને, કષાયોને, દુષ્કૃત્યોને ઉત્તેજિત કરવા, વધારવા, વૃદ્ધિ પમાડવાના અર્થમાં ૩રક્રિયાનો પ્રયોગ છે. તેમજ ઉપશાંત શબ્દનો અર્થ કર્મોને ઉપશમાવવા, ઉદયમાં ન આવી શકે તેવા બનાવવા તેમ થાય છે. પરંતુ પ્રસ્તુતમાં પાપ ઉપશમાવવા, કત્યોને, દોષોને કે કષાયોને મંદ કરવા, અલ્પ કરવાના અર્થમાં ૩વસામે ક્રિયાનો પ્રયોગ સમજવો.
પ્રસ્તુત ત્રણ ચૌભંગીમાંથી પ્રથમ ચૌભંગીમાં પહેલો ભંગ શ્રેષ્ઠ છે. કારણ કે સ્વદોષ દષ્ટા પુરુષ ઉત્તમ સાધક હોય છે. બીજી ચૌભંગીમાં પાપ-દોષોની ઉદીરણા એટલે ઉત્તેજના છે. માટે તેમાં ચોથો ભંગ શ્રેષ્ઠ છે તે સ્વ–પર કોઈના દોષોને ઉત્તેજિત કરતા નથી. ત્રીજી ચૌભંગીમાં ત્રીજો ભંગ શ્રેષ્ઠ છે. તે સ્વ–પર બંનેના પાપ-દોષોને ઘટાડે છે, મંદ કરે છે.