________________
૩૨૪]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
સાથે રહેવું કલ્યાણકર હોય છે (૩) કોઈ પુરુષની મુલાકાત અને સાથે રહેવું બને કલ્યાણકર હોય છે (૪) કોઈ પુરુષની મુલાકાત અને સાથે રહેવું બંને અકલ્યાણકર હોય છે
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વ્યક્તિની વૃત્તિના આધારે તેની સાથેનું મિલન અને સહવાસ સુખદાયક કે દુઃખદાયક બને છે, તેનું નિરૂપણ છે. વ્યક્તિઓના સ્વભાવ જુદા જુદા હોય છે, તેથી તેઓના વ્યવહારમાં અંતર હોય છે. ક્યારેક વધુ સાથે રહેવાથી સ્નેહભાવ ઓછો થઈ જાય અને ક્યારેક વધુ સાથે રહેવાથી સ્નેહબંધ વધારે થઈ જાય. વ્યક્તિના સ્વભાવ અને કર્મ સંયોગે ભિન્ન ભિન્ન પરિસ્થિતિઓ થાય છે. ચૌભંગીનો ભાવ સૂત્રના ભાવાર્થથી સ્પષ્ટ છે.
બાપા = આકસ્મિક મળવું, પ્રસંગોપાત મુલાકાત થવી, સંવાસ = સાથે વાસ કરવો, રહેવું. મદ્ = કલ્યાણકર. વર્ય(પાપ)સંબંધી ચૌભંગીઓ :५० चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- अप्पणो णाममेगे वज्जं पासइ णो परस्स, परस्स णाममेगे वज्ज पासइ णो अप्पणो, एगे अप्पणो वि वज्ज पासइ परस्सवि, एगे णो अप्पणो वज्जं पासइ णो परस्स । ભાવાર્થ :- ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ પોતાના પાપ–દોષ જુએ, બીજાના નહીં. (૨) કોઈ પુરુષ બીજાના પાપ–દોષ જુએ, પોતાના નહીં. (૩) કોઈ પુરુષ પોતાના પાપ-દોષ પણ જુએ અને બીજાના પણ. (૪) કોઈ પુરુષ ને પોતાના પાપ-દોષ જુએ અને ન બીજાના જુએ. ५१ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- अप्पणो णाममेगे वज्जं उदीरेइ णो परस्स, परस्स णाममेगे वज्ज उदीरेइ णो अप्पणो, एगे अप्पणो वि वज्ज उदीरेइ परस्स वि, एगे णो अप्पणो वज्ज उदीरेइ णो परस्स । ભાવાર્થ :- ચાર પ્રકારના પુરુષ છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ પોતાના પાપ-દોષની ઉદીરણા કરે, બીજાના પાપની નહીં. (૨) કોઈ પુરુષ બીજાના પાપ-દોષની ઉદીરણા કરે, પોતાના પાપની નહીં. (૩) કોઈ પુરુષ પોતાના પાપ-દોષની પણ ઉદીરણા કરે અને બીજાના પાપની પણ કરે. (૪) કોઈ પુરુષ પોતાના પાપ-દોષની પણ ઉદીરણા કરતા નથી અને બીજાના પાપની પણ ઉદીરણા કરતા નથી. ५२ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- अप्पणो णाममेगे वज्जं उवसामेइ णो परस्स, परस्स णाममेगे वज्ज उवसामेइ णो अप्पणो, एगे अप्पणोवि