________________
સ્થાન–૪ : ઉદ્દેશ−૧
હર૩
कायसुप्पणिहाणे, उवगरणसुप्पणिहाणे एवं संजय मणुस्साणवि ।
ભાવાર્થ :- સુપ્રણિધાન(મન આદિનું શુભ પ્રવર્તન)ચાર પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) મન સુપ્રણિધાન (૨) વચનસુપ્રણિધાન (૩) કાયસુપ્રણિધાન (૪) ઉપકરણ સુપ્રણિધાન. સંયમી મનુષ્યોને આ ચારે પ્રકારના સુપ્રણિધાન હોય છે.
४८ चउव्विहे दुप्पणिहाणे पण्णत्ते, तं जहा- मणदुप्पणिहाणे, वइदुप्पणिहाणे, कायदुप्पणिहाणे, उवगरणदुप्पणिहाणे । एवं पंचिदियाणं जाव वेमाणियाणं ।
ભાવાર્થ :- દુપ્રણિધાન(મન આદિનું અશુભ, અસંયમમાં પ્રવર્તન)ચાર પ્રકારનું કહ્યું છે, તે આ પ્રમાણે છે– (૧) મનદુપ્રણિધાન (૨) વચનદુપ્રણિધાન (૩) કાયદુપ્રણિધાન (૪) ઉપકરણ દુપ્રણિધાન. નરકથી વૈમાનિક સુધીના સર્વ પંચેન્દ્રિય દંડકોમાં આ ચારે દુષ્પ્રણિધાન હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં મન, વચન, કાયાના પ્રણિધાનનું કથન છે.
પબિહાને ઃ– પ્રણિધાન એટલે ચિત્તને પરોવવું, વિષયમાં મનને જોડવું, લીન બનાવવું. શુભ વિષયમાં મન એકાગ્ર કરે તો તે "સુપ્રણિધાન" કહેવાય અને અશુભ વિષયમાં મન એકાગ્ર કરે તો "દુપ્રણિધાન" કહેવાય.
આર્ત્ત, રૌદ્ર, ધર્મ, શુક્લ ધ્યાનમાં મન એકાગ્ર કરવું તે "મનપ્રણિધાન" છે. દત્તચિત્ત થઈ આર્ત્ત આદિ વચન બોલવા તે ''વચનપ્રણિધાન" છે. શરીરને આર્ત–રૌદ્રરૂપ કાર્યમાં પ્રવૃત્ત કરવું તે "કાયપ્રણિધાન" છે. વસ્ત્ર, પાત્ર વગેરે ઉપકરણોમાં મનને લીન કરવું તે "ઉપકરણ પ્રણિધાન" છે. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિયને માત્ર કાયપ્રણિધાન હોય છે. વિકલેન્દ્રિયને વચનયોગ છે પણ પ્રણિધાન કરી શકે તેવો વચન યોગ નથી. પંચેન્દ્રિય જીવોને ચારે પ્રણિધાન હોય છે. સુપ્રણિધાન સંયત મનુષ્યને જ હોય, કારણ કે તે ચારિત્ર પરિણતિ રૂપ છે. દુપ્રણિધાન સમસ્ત સંસારી જીવોને હોઈ શકે છે પરંતુ મન અને વચન દુષ્પ્રણિધાન અસંજ્ઞી જીવોને હોતા નથી. કાય દુપ્રણિધાન સર્વ સંસારી જીવોમાં હોઈ શકે છે.
મેળાપ-સહવાસ દ્વારા પુરુષની ચૌભંગી :
४९ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- आवायभद्दए णाममेगे णो संवासभद्दए संवासभद्दए णाममेगे णो आवायभद्दए, एगे आवायभद्दए वि संवासभद्दए वि, एगे णो आवायभद्दए णो संवासभद्दए ।
ભાવાર્થ :- ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષની મુલાકાત કલ્યાણકર હોય પરંતુ સાથે રહેવું કલ્યાણકર હોતું નથી (૨) કોઈ પુરુષની મુલાકાત કલ્યાણકર નથી હોતી પરંતુ