________________
૩રર ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
भावुज्जुयया, अविसंवायणाजोगे ।
चउव्विहे मोसे पण्णत्ते, तं जहा- कायअणुज्जुयया, भासअणुज्जुयया, भावअणुज्जुयया, विसंवायणाजोगे ।
ભાવાર્થ :- સત્યના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) કાયાની સરળતા રૂપ સત્ય (૨) ભાષાની સરળતા રૂપ સત્ય (૩) ભાવની સરળતા રૂપ સત્ય (૪) વિવાદ રહિત પ્રવૃત્તિ રૂપ સત્ય.
મૃષા(અસત્ય)ના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) કાયાની વક્રતા રૂપ અસત્ય (૨) ભાષાની વક્રતા રૂપ અસત્ય (૩) ભાવની વક્રતા રૂપ અસત્ય (૪) વિવાદયુક્ત પ્રવૃત્તિ રૂપ અસત્ય.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં કાયાદિની સરળતા, ઋજુતાને સત્ય રૂપે અને વક્રતાને અસત્ય રૂપે પ્રતિપાદિત કર્યા છે. સત્યમાં સીધાપણું છે, સરળતા છે. અસત્યમાં વાંકાપણું છે, વક્રતા છે.
સત્ય વસ્તુનો કાયાથી સંકેત કરવો તે કાયઋજુતા છે, સત્યને છુપાવવા કાયાની જે પ્રવૃત્તિ થાય તે કાય અઋજુતા(વક્રતા) છે.
યથાર્થ વસ્તુનું પ્રતિપાદન કરવું તે ભાષાની ઋજુતા અને અયથાર્થનું પ્રતિપાદન કરવું તે ભાષાની અઋજુતા(વક્રતા) છે.
મનમાં સત્યનું ચિંતન કરવું, તે ભાવની ઋજુતા અને મનમાં કપટ રાખી સત્ય બતાવવાનો ભાવ તે ભાવની અઋજુતા(વક્રતા) છે.
મન, વચન, કાયાથી કોઈને ન છેતરવા તે અવિસંવાદ યોગ અને અન્યને દગો આપે તેવી મન, વચન, કાયાની પ્રવૃત્તિ તે વિસંવાદ યોગ છે. પ્રણિધાનના ચાર-ચાર પ્રકાર :४६ चउव्विहे पणिहाणे पण्णत्ते, तं जहा- मणपणिहाणे, वइपणिहाणे, कायपणिहाणे, उवगरणपणिहाणे । एवं णेरइयाणं पंचिंदियाणं जाव वेमाणियाणं । ભાવાર્થ – પ્રણિધાન(મન આદિનો પ્રયોગ)ના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) મન પ્રણિધાન (૨) વચનપ્રણિધાન (૩) કાયપ્રણિધાન (૪) ઉપકરણ પ્રણિધાન. નારકીથી વૈમાનિક સુધીના પંચેન્દ્રિયના દંડકોમાં આ ચારે પ્રણિધાન હોય છે. ४७ चउव्विहे सुप्पणिहाणे पण्णत्ते, तं जहा- मणसुप्पणिहाणे, वइसुप्पणिहाणे