________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૧
૩૨૧
ફળસ્વાદ અને પુરુષની ચૌભંગી :४४ चत्तारि फला पण्णत्ता, तं जहा- आमे णाममेगे आममहुरे, आमे णाममेगे पक्कमहुरे, पक्के णाममेगे आममहुरे, पक्के णाममेगे पक्कमहुरे ।
एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- आमे णाममेगे आममहुरफलसमाणे, आमे णाममेगे पक्कमहुरफलसमाणे, पक्के णाममेगे आममहुरफलसमाणे, पक्के णाममेगे पक्कमहुरफलसमाणे ।
ભાવાર્થ :- ચાર પ્રકારના ફળ અને તેની સમાન ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે
(૧) અપક્વ(કાચું)–અપક્વ મધુર. (૨) અપક્વ-પક્વ મધુર. (૩) પક્વપાર્ક) અપક્વ મધુર. (૪) પક્વ-પક્વ મધુર. વિવેચન :
પુરુષ (૧) અપક્વ-અપક્વમધુર ફળ તુલ્ય. (૨) અપક્વ-પક્વ મધુર ફળ તુલ્ય. (૩) પક્વ-અપક્વ મધુર ફળ તુલ્ય. (૪) પક્વ-પક્વ મધુર ફળ તુલ્ય.
પ્રસ્તુત સુત્રમાં ફળ અને પુરુષની સમાનતા દર્શાવતી ચૌભંગી કહી છે. સૂત્રગત 'આમ' શબ્દથી કાચું ફળ અને પદ્મ શબ્દથી પાકું ફળ' તેવો અર્થ ગ્રહણ કરવામાં આવે છે.
ફળ ચૌભંગી:- (૧) કેટલાક ફળ કાચાં હોય અને કાચાંફળની જેમ સહેજ મધુર હોય, (૨) કેટલાક ફળ કાચાં હોવા છતાં પાકા ફળની જેમ અતિ મધુર હોય, (૩) કેટલાક ફળ પાકાં હોવા છતાં કાચા ફળની જેમ સહેજ મધુર હોય, (૪) કેટલાક ફળ પાકા હોય અને પાકા ફળની જેમ અતિ મધુર હોય. પરુષ ચૌભંગી :- આ સુત્રમાં ઉંમરથી અને જ્ઞાનથી પરિપક્વતા અને અપરિપકવતા દ્વારા પુરુષની ચૌભંગી કહેવામાં આવી છે– (૧) કેટલાક પુરુષ આયુ અને જ્ઞાનથી અપરિપક્વ હોય અને ઉપશમાદિ ગુણ પણ અલ્પ હોય, તો તે પ્રથમ ફળ તુલ્ય છે. (૨) કેટલાક આયુષ્ય અને જ્ઞાનથી અપરિપક્વ હોય પરંતુ ઉપશમાદિ ગુણ વિકસિત હોય, તો તે બીજા ફળ તુલ્ય છે. (૩) કેટલાક પુરુષ વયથી વૃદ્ધ, જ્ઞાનથી વૃદ્ધ હોય પરંતુ ઉપશમાદિ ગુણ અલ્પ હોય, તો તે ત્રીજા ફળ તુલ્ય છે. (૪) કેટલાક પુરુષ વય અને જ્ઞાનથી પણ પરિપક્વ હોય અને ઉપશમાદિ ગુણથી પણ વિભૂષિત હોય, તો તે ચોથા ફળ તુલ્ય છે.
સત્ય અને મૃષાભાષાના ચાર-ચાર પ્રકાર :४५ चउव्विहे सच्चे पण्णत्ते, तं जहा- काउज्जुयया, भासुज्जुयया,