________________
૩૨૦ ]
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
પ્રતિમા (૩) વિવેક પ્રતિમા (૪) વ્યુત્સર્ગ પ્રતિમા. ४० चत्तारि पडिमाओ पण्णत्ताओ, तंजहा- भद्दा, सुभद्दा, महाभद्दा, सव्वओभद्दा। ભાવાર્થ - પ્રતિમા ચાર પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે- (૧) ભદ્રા (૨) સુભદ્રા (૩) મહાભદ્રા (૪) સર્વતોભદ્રા.
४१ चत्तारि पडिमाओ पण्णत्ताओ, तं जहा- खुड्डिया मोयपडिमा, महल्लिया મોયપકિમી, નવા , વરમા | ભાવાર્થ :- પ્રતિમા ચાર પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે– (૧) નાની મોક પ્રતિમા (૨) મોટી મોક પ્રતિમા (૩) યવમધ્યા (૪) વજમધ્યા.
[આ સર્વ પ્રતિમાઓનું વર્ણન બીજા સ્થાનના ત્રીજા ઉદ્દેશકમાં કરવામાં આવ્યું છે.] અજીવ અસ્તિકાય અને અરૂપી અસ્તિકાય :४२ चत्तारि अस्थिकाया अजीवकाया पण्णत्ता, तं जहा- धम्मत्थिकाए, अधम्म- त्थिकाए, आगासत्थिकाए, पोग्गलत्थिकाए । ભાવાર્થ :- ચાર અસ્તિકાય દ્રવ્યને અજીવકાય કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) પુદ્ગલાસ્તિકાય. ४३ चत्तारि अस्थिकाया अरूविकाया पण्णत्ता, तं जहा- धम्मत्थिकाए, अधम्मत्थि- काए, आगासत्थिकाए, जीवत्थिकाए । ભાવાર્થ :- ચાર અસ્તિકાય દ્રવ્યને અરૂપીકાય કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) જીવાસ્તિકાય.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પાંચ અસ્તિકાય દ્રવ્યમાંથી ચાર અજીવ અને ચાર અરૂપી દ્રવ્યોનું નિરૂપણ છે.
સ્થિછાય:- અસ્તિ એટલે વિધમાન, ત્રણે કાળમાં હોવાપણું. બધા જ દ્રવ્ય અતિરૂપ છે પરંતુ કાય રૂપ પાંચ જ દ્રવ્ય છે. પ્રદેશોના સમૂહને કાય કહે છે. કાળદ્રવ્યને વર્જીને શેષ પાંચ દ્રવ્ય અસ્તિકાય રૂપ છે. તે પાંચમાંથી એક જીવાસ્તિકાય સજીવ છે, શેષ ચાર અજીવ છે. તે પાંચમાંથી એક પુલાસ્તિકાય દ્રવ્ય રૂપી છે, શેષ ચાર દ્રવ્ય અરૂપી છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ જેમાં હોય તે રૂપી અને વર્ણાદિ જેમાં ન હોય તે અરૂપી કહેવાય છે.