________________
લીધુ કે હવે કોઇ રવાનગી કરશે નહીં પરંતુ આયુષ્યકુમાર હાજર થાય, પોતાનું ઘર માની બેઠેલાઓને કહે કે ભાડૂતી જગા ખાલી કરો. કોઈ એવું સ્થાન પ્રાપ્ત ન થયું કે ચેલેન્જ આપી સ્વીકાર કરે, દરેક જગ્યાએ નાસીપાસ થઈને ઠોકરો ખાતો, મેલો ઘેલો, લઘરવઘર, ગોબર, ગંધારો, ચકોરું હાથમાં ઝાલીને, સુખની ભીખ માંગતો, ભિખારી બની, સ્થાને સ્થાને ભાઇ બિચારો ભટકી રહ્યો છે.
આવા ભિખારીને કોઈ જગ્યા સંઘરવા તૈયાર નથી, સૌ કોઈ કાઢી મૂકે છે. આ છે દુર્દશા અનાદિકાળની આ જીવની.
અનંત સુખનો સાગર ચેતનામાં લહેરાતો હોવા છતાં પોતાની તરફ નજર જતી નથી. પોતે જ સુખનું ધામ છે, તેવું ભાન થતું નથી. આવા આત્માને જાગૃત કરવાં, તેનું ભાન કરાવવા અરિહંત પરમાત્મા, કરુણાનિધાન, સ્વપર પ્રકાશક અને દર્શક પ્રભુએ અનંત જ્ઞાનદર્શનરૂપ દર્પણમાં આપણી દુર્દશા જોઇ, આપણા ઉપર ઉપકાર કર્યો; તીર્થંકર નામકર્મનો ક્ષય કરવા, પ્રબળ પુણ્યના પુજે દેશના દીધી, વાણીની વર્ષા કરી, તેને ગણધર આચાર્ય ભગવંતોએ ઝીલી, તેમાંથી પરંપરાએ ઝરણું પ્રવાહિત થતું – થતું જિનવાણી રૂપી ગંગાનું પાણી પામર એવા આપણા પ્રાંગણમાં આવી પહોંચ્યું.
આપણી સુધી પહોંચાડનાર પંચ પરમેષ્ઠી પરમાત્માના પરમ પ્રસાદે, ગુરુવર્યો અને ગુરુણી દેવોના કૃપાબળે, સાધકવૃંદના સહયોગના સામર્થ્ય બળે, કેવળી પ્રરૂપિત ઘર્મના ધર્મ બળે અને અનેક અનુમોદક આત્માઓના અનુગ્રહે, આત્મષ્ટા વીતરાગ વાણીનું, ગણધર ભગવંતો દ્વારા ગ્રથિત થયેલું, દ્વાદશાંગી ગણિપિટક પૈકી ત્રીજુ અંગ દાણાંગ સૂત્રનું શાયનબોર્ડ સમું, ઠોકરો ખાતા જીવોને ઠેકાણે લાવનારું, ઠાણા ઉઠાણા સંકામિયા કરનાર આત્મા માટે વાસ્તવિક સ્થાનમાં લઈ જનારું, સ્વરૂપમાં સ્થિત કરાવનારું, અનેક સંકેતો કરી સાચું સ્થાન દર્શાવતું, ગુજરાતી અનુવાદ કરી ઉપયોગી થાય તેવા નિર્મળ હેતુથી, આજે વર્ષોલ્લાસ
33.