________________
સંપાદકીય
અપૂર્વ મૃતઆરાધક ભાવયોગિની
બો. બ્ર. પૂ. લીલમબાઈ મ. સ. પ્રિય આત્મન્ !
અનાદિકાળથી વિશ્વમાં વિખ્યાત, વાસનાથી વાસિત જીવાત્મા, અજીવની દુનિયામાં ચારે કોર સ્વાભાવિક પરમાણુઓથી ગોઠવાયેલા જે જે સ્થાનો છે, તે તે સ્થાનમાં પૌલિક પ્રપંચની પગથાર પર, પુદ્ગલમાંથી સુખ મેળવવા માટે સ્થાને સ્થાને ઠાણા નાંખી, જ્યાં ત્યાં ભટકાઇ, પટકાઇ, પછડાટ પામીને પણ પરિસ્થિતિનું નિમિત્ત પામી, ઠરી ઠામ થવાની હામ સેવતો, દોડધામ કરી રહ્યો છે.
જગતવાસી કોઇપણ જીવ આ દોડધામમાંથી બાકાત રહી જવા પામ્યો નથી. દરેક નાનો મોટો જીવ એક જ ઇચ્છા કરે છે કે જો ઘરનું ઘર મળી જાય તો હંમેશનું સુખ થઈ જાય, આ રીતે આખા લોકમાં તે ખૂણે - ખાંચરે શોધી વળ્યો, ભમી વળ્યો, તબૂ તાણયા, ડેરા નાંખ્યા, કરીને ઠામ થવાના મનોરથ કરતા જીવરામ પરાયા સ્થાનને પોતાનું માની રહેવામાં સ્થિર થયા કે ન થયા ત્યાં મોહરાજની ફોજના આયુષ્યકુમારે આવીને, તંબૂને ઉપડાવ્યા, સ્થાનમાંથી તિરસ્કાર મળ્યો, જાકારો મળ્યો, કર્મના બિસ્તરા પોટલાં લઇને, જીવરામ ભર્યું ભાદર્યું, વસાવેલું સ્થાન છોડી, રોતા કકળતાં રવાના થયા. કોઇ સ્થાન એવું સિવ, મયત્ન ન મળ્યું કે જે ભાઈને આવકારે.
ચારે બાજુ ભટકતાં ક્યારેક તો ૪૮ મિનિટમાં પાંસઠ હજાર પાંચસો છત્રીસ ઘર બદલ્યા. શું કરે બિચારા આત્મરાજ? પરાયા સ્થાનમાં જઇએ તો તેવું જ થાય ને ! માટે આ જીવ કયારેક તેત્રીસ સાગર સુધી દુઃખી અવસ્થામાં ગોંધાઈ રહ્યો, તો ક્યારેક ૩૩ સાગરોપમની સુખી અવસ્થામાં રહ્યો અને માની