________________
પૂર્વક, સાડા ત્રણ કરોડ રોમરાય સહિત પુલકિત હૈયે, જિનવાણીનું અનમોલું અંગસૂત્ર, ગુરુપ્રાણ આગમ બત્રીસીનું તેરમું આગમ રત્ન શ્રી ઠાણાંગસૂત્ર પ્રથમ ભાગ રૂપે અમો સમગ્ર જનતા સામે સમર્પિત કરી રહ્યા છીએ, શાસનને ચરણે ધરી રહ્યા છીએ. ઠાણાંગ સૂત્રરૂપ આગમ આભૂષણનું આ નજરાણું લો (લ્યો) સ્વીકારો ! પ્રિય પાઠકગણ !
આ આપણી અણમોલ મૂડી છે, નયનનું નૂર છે. આ આગમ આભૂષણ જેને ધારણ કરતાં આવડી ગયું, તેની રીતની કળ જે જાણી ગયા, તેઓ આ આગમ આભૂષણ પહેરીને (ધારણ કરીને) પામી ગયા; અર્હત્ બની ગયા. કોઇ નિર્લેપી બની ગયા અને ઉદાસીન બની, બોધિબીજ પામી, એકાવતારી બની ગયા. જેટલાં જીવો આ જગતમાંથી નીકળી ગયા તે બધાં જ મહાપુરુષો, મુનિ પુંગવો આ જ આગમથી તરી ગયા છે, તરી રહ્યા છે અને તરી જશે. આત્માના પ્રધાન જ્ઞાન
ગુણ રૂપી નેત્ર ખોલનાર આ આગમ જ છે. જેના નેત્રો ખુલ્યા, તેઓ ક્યારેય ભૂલા ન પડે. તેઓ રસ્તો જોઇને ચાલે. પુદ્ગલ પરમાણુઓનો સહારો લે તેને તેઓ ‘‘પોતાના છે’’ તેમ તો ન જ માને પરંતુ તેમને મિત્રવત્ માને. પુણ્યના પુંજના થોક આવે અને ઉચ્ચકક્ષાનું સ્થાન મળે તો પણ એ પોતાનું ન માને, કારણ કે તેમના જ્ઞાન નેત્ર ખુલી ગયા છે.
શ્રી ઠાણાંગ સૂત્રના આભૂષણનો અર્થ છે મસ્તકથી લઇને પગ સુધીના દરેક અવયવોને ભૂષિત કરે, શ્રૃંગારિત કરે સૌંદર્યમાં વૃદ્ધિ કરાવે. આપણે સૌએ માત્ર દેહ પર ઘણા આભૂષણો ધારણ કર્યા છે પરંતુ દેહને ધારણ કરનાર દેહી પર ક્યારેય નજર નાંખી નથી. તે દેહીને આભૂષણથી કેમ વિભૂષિત કરાય તેની કળા શીખડાવનાર છે આ ઠાણાંગ સૂત્ર. આચારાંગ સૂત્રે દેહને દેહીનું ભાન કરાવવા, આચરણ શીખડાવ્યું. સૂત્રકૃતાગ સૂત્રે તે બંનેને જુદા કરી સ્વ અને પરનું દર્શન કરાવ્યું. હવે આ ત્રીજું અંગ આત્મકાયના શ્રૃંગાર સજાવવા, તેની રીતે દર્શાવવા
34