________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૧
૩૧૭
આત્મપ્રતિષ્ઠિત (૨) પરપ્રતિષ્ઠિત (૩) તદુભય પ્રતિષ્ઠિત (૪) અપ્રતિષ્ઠિત. નારકીથી વૈમાનિક પર્યંતના સર્વ દંડકમાં આ પ્રમાણે જ જાણવું. તેમજ માન, માયા અને લોભ કષાયમાં તથા વૈમાનિક પર્યતના સર્વ દંડકમાં આત્મપ્રતિષ્ઠિત વગેરે ચાર ચાર ભેદો જાણવા. ३५ चउहि ठाणेहिं कोहुप्पत्ती सिया, तं जहा- खेत्तं पडुच्च, वत्थु पडुच्च, सरीरं पडुच्च, उवहिं पडुच्च । एवं रइयाणं जाव वेमाणियाणं । एवं जाव लोहुप्पत्ती जाव वेमाणियाणं । ભાવાર્થ :- ચાર કારણે ક્રોધની ઉત્પત્તિ થાય છે, તે આ પ્રમાણે છે- (૧) ખેતર- ખુલ્લી જમીનના કારણે (૨) મકાન આદિના કારણે (૩) શરીરના કારણે (૪) ઉપકરણ– સામગ્રીના કારણે.
નારકીથી વૈમાનિક પર્યત સર્વ દંડકમાં આ પ્રમાણે જ જાણવું. તેમજ માન, માયા, લોભ કષાયમાં તથા વૈમાનિક પર્યતના સર્વ દંડકમાં ક્ષેત્ર આદિ નિમિત્તે કષાય ઉત્પત્તિના ચાર ચાર કારણો જાણવા.
३६ चउव्विहे कोहे पण्णत्ते, तं जहा- अणंताणुबंधी कोहे, अपच्चक्खाण कोहे, पच्चक्खाणावरणे कोहे, संजलणे कोहे । एवं रइयाण जाव वेमाणियाणं । एवं जाव लोहे जाव वेमाणियाणं ।। ભાવાર્થ - ક્રોધના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) અનંતાનુબંધી ક્રોધ (૨) અપ્રત્યાખ્યાન ક્રોધ (૩) પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ (૪) સંજ્વલન ક્રોધ.
આ ચારે પ્રકારના ક્રોધ નરકથી લઈ વૈમાનિક સુધીના સર્વ દંડકોમાં જાણવા. તેમજ માન, માયા અને લોભ કષાયમાં અને વૈમાનિક પર્યતના સર્વ દંડકમાં ક્રોધની જેમ જ ચાર-ચાર પ્રકાર જાણવા. |३७ चउव्विहे कोहे पण्णत्ते, तं जहा- आभोगणिव्वत्तिए, अणाभोगणिव्वत्तिए, उवसंते, अणुवसंते । एवं रइयाणं जाव वेमाणियाणं । एवं जाव लोहे जाव वेमाणियाणं । ભાવાર્થ :- ક્રોધના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) જાણી વિચારીને થતો ક્રોધ (૨) વિચાર્યા વિના થતો ક્રોધ (૩) ઉપશાંત ક્રોધ, અપ્રગટ ક્રોધ (૪) અનુપશાંત ક્રોધ.
આ ચારે પ્રકારનો ક્રોધ નારકીથી વૈમાનિક સુધી સર્વ દંડકોમાં હોય છે. તેમજ માન, માયા અને લોભ કષાયમાં તથા વૈમાનિક પર્યતના સર્વ દંડકમાં ક્રોધની જેમ જ ચાર-ચાર પ્રકાર જાણવા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ચાર કષાયના પ્રકાર તથા તેના ઉત્પત્તિના કારણોનો ભિન્ન ભિન્ન દષ્ટિકોણથી