________________
[ ૩૧૮ |
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
નિર્દેશ છે.
વાવ :- જેના દ્વારા સંસારની પ્રાપ્તિ થાય તે કષાય. કષાયની પરિભાષા વિવિધ રીતે થાય છે, યથા(૧) શુષતિ વિહિતિ વર્મક્ષેત્રે સુહ૬કહપ પતયં કુર્વતિ તિ વણાય: I જે કર્મ રૂપી ક્ષેત્રને ખેડે અને સુખદુઃખ રૂ૫ ફળને યોગ્ય બનાવે તે કષાય. (૨) નવં જુષતાનિ થાયઃ || જીવન કલુષિત કરે તે કષાય. (૩) વરુષતિ નિતિ દિન રૂતિ થાય: I દેહધારી પ્રાણીઓને જે હણે તે કષાય. (૪) મો વા, તથા આથો સામઃ વષય: Iકષ એટલે કર્મ કે ભવ, તેનો આય એટલે લાભ અર્થાત્ જેના દ્વારા કર્મોનો તથા ભવનો લાભ થાય તે કષાય.
પાકા :- પ્રતિષ્ઠિત, આધારિત, નિમિત્ત. કષાયના ચાર આધાર છે, ચાર સ્થાન પર કષાય પ્રતિષ્ઠિત હોય છે. જેમ કે– ૧. આત્મ પ્રતિષ્ઠિત કષાયઃ- (૧) પોતાની ભૂલ કે પ્રમાદના કારણે પોતે પોતાને ધિક્કારે, પોતા ઉપર જ ગુસ્સો કરે. (૨) પોતાના શારીરિક, આધ્યાત્મિક વૈભવ, લબ્ધિ આદિનું અભિમાન કરે. (૩) પોતે જ પોતાના મનને બહાના આપી છેતરે, કપટ કળા શીખવામાં મન લગાવે. (૪) તપોજન્ય, મંત્રજન્ય લબ્ધિ, અણિમાદિ સિદ્ધિની ઈચ્છા કરે તે આત્મપ્રતિષ્ઠિત ક્રોધાદિ છે. ૨. પર પ્રતિષ્ઠિત કષાય :- (૧) અન્ય જડ-ચેતનના આધારે ક્રોધનો આવિર્ભાવ થાય, અન્ય વ્યક્તિ કે વસ્તુ પર ક્રોધ ઉતારે. (૨) અન્ય પદાર્થ માટે અભિમાન કરે. (૩) બીજાને ઠગવા માટે કપટપૂર્ણ વ્યવહાર કરે. (૪) જડ-ચેતન રૂપ પરિગ્રહ રાખવાની લાલસા જાગે તે પરપ્રતિષ્ઠિત ક્રોધાદિ છે. ૩. ઉભય પ્રતિષ્ઠિત કષાય :- જે ક્રોધાદિ કષાયના નિમિત્ત સ્વ–પર બંને હોય તે. ૪. અપ્રતિષ્ઠિત કષાય :- કોઈપણ કારણ વિના, આશ્રયવિના, સૂક્ષ્મ રીતે ક્રોધાદિ કષાય થાય તે અપ્રતિષ્ઠિત કષાય કહેવાય છે.
કષાય ઉત્પત્તિના કારણો :- ક્ષેત્ર એટલે ખેતર વગેરે ખુલ્લી જમીન અને વાસ્તુ એટલે ઘર વગેરે બંધ જમીન; કુરૂપ-સુરૂપ શરીર અને ઉપકરણો–જીવનોપયોગી સાધનોની પ્રાપ્તિ, સંરક્ષણાદિ નિમિત્તે ક્રોધાદિ ઉત્પન્ન થાય છે.
કષાયના પ્રકાર :- (૧) અનંતાનુબંધી– સંસારની અનંત પરંપરાનો અનુબંધ કરાવનાર, સમકિતના અવરોધક કષાયો (૨) અપ્રત્યાખ્યાની- દેશ વિરતિપણાના અવરોધક કષાયો (૩) પ્રત્યાખ્યાનાવરણસર્વ વિરતિપણાના અવરોધક કષાયો (૪) સંજ્વલન– યથાખ્યાત ચારિત્રના અવરોધક કષાયો.
આભોગનિવર્તિતઃ- (૧) ક્રોધાદિ કષાયના વિપાકને, ફળને જાણીને ક્રોધ કરે તે. (૨) એક વ્યક્તિ બીજી વ્યક્તિના અપરાધને બરાબર જાણીને, તે વ્યક્તિ સીધી રીતે માને તેમ ન હોય તો, રોષયુક્ત મુદ્રા કરી ક્રોધ કરે છે અથવા જે ક્રોધ બુદ્ધિપૂર્વક કરવામાં આવે છે. અનાભોગ નિવર્તિત :- (૧) જે મનુષ્ય ક્રોધાદિ કષાયના વિપાકને જાણ્યા વિના ક્રોધ કરે તે. (૨) જે વ્યક્તિ કોઈ પ્રયોજન વિના, ગુણદોષના વિચારથી શુન્યપણે, પ્રકૃતિની પરવશતાથી ક્રોધ કરે તે.
ઉપશાંત કોલ :- મનમાં ક્રોધ કરે, ક્રોધ આવે તેને પ્રગટ ન કરે અને ક્રોધ ઉત્પન્ન થતાં તેને જ્ઞાનથી