________________
૩૧૬ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
અર્થમાં નથી. પરંતુ પદ મર્યાદા અર્થમાં છે. દેવ = સામાન્ય દેવ. દેવસ્નાતક = પ્રધાન દેવ, મુખ્યદેવ અર્થાત્ ઈન્દ્ર, દેવપુરોહિત = ત્રાયસ્વિંશક, દેવ પ્રજ્વલન = સેવક દેવ. સુત્ર પાઠમાં 'ખામ' શબ્દ વાક્યાલંકારમાં
ચાર પ્રકારે દેવ, મનુષ્ય, તિર્યંચનો સંવાસ - ३२ चउव्विहे संवासे पण्णत्ते, तं जहा- देवे णाममेगे देवीए सद्धिं संवासं गच्छेज्जा, देवे णाममेगे छवीए सद्धि संवासं गच्छेज्जा, छवी णाममेगे देवीए सद्धिं संवासं गच्छेज्जा, छवी णाममेगे छवीए सद्धिं संवास गच्छेज्जा । ભાવાર્થ :- સંવાસ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈદેવ દેવી સાથે સંવાસ(સંભોગ)કરે છે. (૨) કોઈ દેવ ઔદારિક શરીરી મનુષ્યાણી અથવા તિર્યંચાણી સાથે સંવાસ કરે છે. (૩) કોઈ મનુષ્ય અથવા તિર્યંચ દેવી સાથે સંવાસ કરે છે. (૪) કોઈ મનુષ્ય કે તિર્યચ, મનુષ્યાણી કે તિર્યંચાણી સાથે સંવાસ કરે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દેવ, મનુષ્યાદિ સંબંધિત કુશીલ સેવનનું વર્ણન છે. છવીર - અહીં 'છવિ' શબ્દથી મનુષ્ય-મનુષ્યાણી, તિર્યચ-તિર્યંચાણીનું ગ્રહણ કર્યું છે. 'છવિ'નો અર્થ છે ત્વચા, ચામડી. ત્વચાના યોગથી અહીં ઔદારિક શરીર અને તે શરીરધારી મનુષ્ય, તિર્યંચનું ગ્રહણ કર્યુ છે. વિવિધ અપેક્ષાએ કષાયના ચાર-ચાર ભેદ :
३३ चत्तारि कसाया पण्णत्ता, तं जहा- कोहकसाए, माणकसाए, मायाकसाए, लोभकसाए । एवं रइयाणं जाव वेमाणियाण । ભાવાર્થ :- કષાયના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ક્રોધ કષાય (૨) માન કષાય (૩) માયા કષાય (૪) લોભ કષાય. આ રીતે નારકીથી વૈમાનિક સુધીના સર્વ દંડકોમાં ચારે કષાય છે. ३४ चउपइट्ठिए कोहे पण्णए, तं जहा- आय पइट्ठिए, परपइट्ठिए, तदुभय पइट्ठिएअपइट्ठिए । एवं रइयाणं जाव वेमाणियाणं । एवं जाव लोहे जाव वेमाणियाणं। ભાવાર્થ :- ક્રોધ કષાય ચતુપ્રતિષ્ઠિત એટલે ચારને આધારે હોય છે, તે આ પ્રમાણે છે- (૧)