________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૧
૩૧૫
તે શુક્લધ્યાનનો ત્રીજો પાયો છે. (૪) સમચ્છિન્ન કિયા અપ્રતિપાતિ :- તેરમા ગુણસ્થાનવર્તી સયોગી કેવળી સૂક્ષ્મ કાયયોગનો નિરોધ થવાથી ચૌદમા ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે. ત્યાં યોગોની પ્રવૃત્તિનો સર્વથા અભાવ હોવાથી અયોગી એવો આત્મા અક્રિય અને અપ્રતિપાતી થઈ જાય છે. તે અવસ્થામાં સાધક આ શુક્લધ્યાનનો ચોથો પાયો
ધ્યાતા અયોગી જિન અઘાતિ કર્મોની શેષ રહેલી ૮૫ પ્રકૃતિઓની પ્રતિસમય અસંખ્યાત ગુણિતક્રમથી નિર્જરા કરતાં અંતિમ સમયે કર્મલેપથી સર્વથા વિમુક્ત થઈ સિદ્ધ પરમાત્મા બની સિદ્ધાલયમાં બિરાજે છે. અતઃ આ શુક્લધ્યાનથી યોગક્રિયા સમુચ્છિન્ન = સર્વથા વિનષ્ટ થઈ જાય છે અને ત્યાંથી પતન થતું નથી. તેથી તેનું નામ 'સમુચ્છિન્નક્રિયા અપ્રતિપાતિ' સાર્થક છે.
વ્યાખ્યાકારનું એવું મંતવ્ય છે કે શુક્લધ્યાનના પ્રારંભના બે ભેદના અધિકારી ચૌદપૂર્વી શ્રુતકેવળી હોય છે. સામાન્ય જ્ઞાની આત્માઓમાં તે હોતા નથી. તેઓને ધર્મધ્યાન જ હોય છે અને તે ધર્મધ્યાનથી જ કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે. આ અપેક્ષાએ દરેક આત્માને મોક્ષ પ્રાપ્તિમાં શુક્લધ્યાનના ચારે ભેદ હોવા જરૂરી નથી. વ્યાખ્યાકારના આ મંતવ્ય પ્રત્યે આગમનું કોઈ સાધક કે બાધક પ્રમાણ નથી તેમ છતાં પરંપરા એ છે કે આઠમા ગુણસ્થાનથી શુક્લધ્યાનનો પ્રારંભ થાય છે. ધર્મધ્યાન સાતમા ગુણસ્થાન સુધી જ હોય છે.
શુક્લધ્યાનના ચાર લક્ષણ છે– (૧) અવ્યથ- પરીષહ કે ઉપસર્ગથી પીડિત-વ્યથિત થવા છતાં પણ વિચલિત ન થવું. (૨) અસમ્મોહ–દેવકૃત માયાથી મોહિત ન થવું, સૂક્ષ્મપદાર્થ વિષયક મૂઢતાનો અભાવ. (૩) વિવેક– સર્વ સંયોગોથી આત્માને ભિન્ન માનવો, શરીર અને આત્માની ભિન્નતાનું જ્ઞાન. (૪) વ્યુત્સર્ગ– શરીર અને ઉપધિથી મમત્વનો ત્યાગ કરી પૂર્ણ નિઃસંગ થવું.
શુક્લધ્યાનના ચાર આલંબન સૂત્રાર્થથી સ્પષ્ટ છે. ચાર અનુપ્રેક્ષા છે– (૧) અનંતવૃત્તિતાનુપ્રેક્ષાસંસાર પરિભ્રમણની અનંતતાનો વિચાર કરવો. (૨) વિપરિણામાનુપ્રેક્ષા- વસ્તુના વિવિધ પરિણમનનો, પલટાતી અવસ્થાઓનો વિચાર કરવો. (૩) અશુભાનુપ્રેક્ષા- સંસાર, દેહ અને ભોગોની અશુભતાનો વિચાર કરવો. (૪) અપાયાનુપ્રેક્ષા- રાગદ્વેષથી થતાં દોષોનો વિચાર કરવો. પદ આશ્રિત દેવના ચાર પ્રકાર :३१ चउव्विहा देवाण ठिई पण्णत्ता, तं जहा- देवे णाममेगे, देवसिणाए णाममेगे, देवपुरोहिए णाममेगे, देवपज्जलणे णाममेगे । ભાવાર્થ :- દેવોની સ્થિતિ(પદ-મર્યાદા)ચાર પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે– (૧) દેવ (૨) દેવસ્નાતક (૩) દેવપુરોહિત (૪) દેવ પ્રજ્વલન. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પદ મર્યાદાના આધારે દેવના પ્રકાર દર્શાવ્યા છે. અહીં સ્થિતિ' શબ્દ આયુ મર્યાદા