________________
સ્થાન–૪ : ઉદ્દેશક-૧
૩૧૩
દ્વારા ધર્મધ્યાનમાં સ્થિર થાય છે.
સાધક આર્ત અને રૌદ્ર આ બન્ને દુર્ધ્યાનથી ઉપરત થઈ, કષાયોની મંદતા દ્વારા શુભ અધ્યવસાય સાથે પુણ્યના કાર્યો કરે, કરાવે અને અનુમોદે, શાસ્ત્રોનું પઠન–પાઠન કરે, વ્રત, શીલ અને સંયમનું પાલન કરે તથા તેના માટે ચિંતન કરે ઈત્યાદિ વિવિધ અનુષ્ઠાન, પ્રવૃત્તિની અપેક્ષાએ ધર્મધ્યાન કહેવાય છે. આ બધા ધાર્મિક અનુષ્ઠાનો કરતાં જેટલો સમય ચિત્ત એકાગ્ર રહે તેટલો સમય ધ્યાન રૂપ હોય છે અને શેષ સમય ધર્મધ્યાનની સાધનારૂપ ક્રિયા હોય છે.
સ્થાનાંગ સૂત્રની સમસ્ત પ્રતોમાં ધર્મધ્યાનના ચાર આલંબનમાં ચોથું આલંબન અનુપ્રેક્ષા છે. પરંતુ ભગવતી સૂત્ર શતક–૨૫, ઉદ્દેશક–૭ અને ઔપપાતિક સૂત્રની સમસ્ત પ્રતોમાં ચોથું આલંબન 'ધર્મકથા' છે, માટે પ્રસ્તુત સંસ્કરણના આ સૂત્રમાં 'ધર્મકથા' શબ્દનો સ્વીકાર કર્યો છે.
શુકલધ્યાનના ચાર પ્રકાર અને લક્ષણાદિ :
२७ सुक्के झाणे चउव्विहे चउप्पडोयारे पण्णत्ते, तं जहा - पुहुत्तवियक्के सवियारी, एगत्तवियक्के अवियारी, सुहुमकिरिए अणियट्टी, समुच्छिण्णकिरिए अप्पडिवाई ।
ભાવાર્થ :- શુક્લધ્યાનના ચાર–ચાર ભેદવાળા ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) પૃથકત્વવિતર્ક સવિચારી (૨) એકત્વવિતર્ક અવિચારી (૩) સૂક્ષ્મ ક્રિયા અનિવૃત્તિ (૪) સમુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતિ. २८ सुक्कस्स णं झाणस्स चत्तारि लक्खणा पण्णत्ता, તેં નહા- અહે, અસમ્મોહે, વિવેને, વિશ્વને ।
ભાવાર્થ :- શુકલધ્યાનના ચાર લક્ષણ છે, તે આ પ્રમાણે છે– (૧) પરીષહ ઉપસર્ગથી વ્યથિત ન થવું (૨) દેવકૃત માયાથી મોહિત ન થવું (૩) શરીર અને આત્માને ભિન્ન અનુભવવા (૪) શરીર અને ઉપધિથી નિઃસંગ થયું.
२९ सुक्कस्स णं झाणस्स चत्तारि आलंबणा पण्णत्ता, तं जहा - खंती, મુત્તી, અાવે, મવે ।
ભાવાર્થ :- શુકલ ધ્યાનના ચાર આલમ્બન છે, તે આ પ્રમાણે છે– (૧) ક્ષમા (૨) નિર્લોભતા (૩) સરલતા (૪) મૃદુતા.
३० सुक्कस्स णं झाणस्स चत्तारि अणुप्पेहाओ पण्णत्ताओ, तं जहा- अनंतवत्तियाणुप्पेहा, विप्परिणामाणुप्पेहा, असुभाणुप्पेहा, अवायाणुप्पेहा ।