________________
[ ૩૧૨ ]
શ્રી કાણાંગ સૂત્ર-૧
(૩) વિવા, વિનય:- કર્મફળની વિચારણા. કર્મોના સ્વરૂપ અને તેના પરિણામની વિચારણા કરવી અર્થાત્ જીવનમાં અનુભવાતી અનુકૂળ કે પ્રતિકૂળ પ્રત્યેક પરિસ્થિતિ પોતાના જ કર્મનું પરિણામ છે અને વર્તમાને થતાં કર્મબંધનું ફળ પણ તે જ પ્રમાણે જીવને ભોગવવું પડશે. આ રીતે કર્મફળના સિદ્ધાંતની વિચારણા કરવી તે. (૪) સંતાન વિનય – લોકસંસ્થાનની વિચારણા. લોકના આકાર-સ્વરૂપને સમજવું. શાસ્ત્રના આધારે ચૌદ રાજપ્રમાણ લોક તથા અલોક, નરક, સ્વર્ગ અને મૃત્યુલોકની સંપૂર્ણ રચનાને સમજી તેના સ્વરૂપની વિચારણા કરવી, લોકમાં રહેલા જીવ પુદ્ગલ આદિના સ્વરૂપની વિચારણા કરવી તે સર્વ સંસ્થાન વિચય કહેવાય છે.
આ ચાર પ્રકારના ધર્મધ્યાન દ્વારા સાધક પરોક્ષ તત્ત્વોને ઊંડાણથી સમજતાં પ્રત્યક્ષની ભૂમિકામાં પહોંચી, નિર્મળતાથી પરોક્ષભૂત વિષયનો પ્રત્યક્ષ અનુભવ કરે છે. ચાર લક્ષણ :- ધર્મધ્યાન તે આત્મ પરિણામ રૂપ છે. તેમ છતાં તેના લક્ષણથી તેને જાણી શકાય છે. આજ્ઞારુચિ આદિ ચાર રુચિ તેના લક્ષણભૂત છે. તેથી ધ્યાન અને ધ્યાતા બંનેનો પરિચય થાય છે. (૧) આ — જિનાજ્ઞા પ્રતિ શ્રદ્ધા, ભક્તિ અને તેના પાલનની રુચિ (૨) fણસા | ધર્મકાર્યોમાં સ્વાભાવિક રુચિ (૩) સુત્ત- જિનકથિત આગમના અધ્યયન-અધ્યાપનમાં રુચિ (૪) II૮
- જિનકથિત તત્ત્વોમાં અવગાહન કરવાની પ્રગાઢ રુચિ. ચાર આલંબન :- વાચના, પ્રતિપુચ્છના વગેરે ચારે ય સ્વાધ્યાયના ભેદોને જ સૂત્રમાં ધર્મધ્યાનના આલંબન કહ્યા છે. સ્વાધ્યાયના આલંબનથી જ ધર્મધ્યાનમાં પ્રવેશી શકાય છે. વ્યવહારમાં 'જ્ઞાનધ્યાન' શબ્દ પ્રચલિત છે અને તે સૂચવે છે કે ધ્યાન જ્ઞાનપૂર્વક જ હોય છે. વાચના આદિ સ્વાધ્યાયરૂપ જ્ઞાનના સાધનોમાં તલ્લીન સાધક ધર્મધ્યાનમાં પ્રવેશી જાય છે. આ રીતે જ્ઞાન એ ધ્યાનનું માધ્યમ હોવાથી સ્વાધ્યાયના ભેદને જ ધર્મધ્યાનના ચાર આલંબન કહ્યા છે. સ્વાધ્યાયના પાંચમા ભેદ અનુપ્રેક્ષાનું ધર્મધ્યાનની ચાર પ્રકારની અનુપ્રેક્ષા રૂપે સ્વતંત્ર કથન કર્યું છે. ચાર અનુપ્રેક્ષાઃ- ધ્યાનની સ્થિરતા પ્રાપ્ત કરવા માટે ચિત્તની નિર્મળતા આવશ્યક છે તેમજ અહંકાર અને મમકારનું વિસર્જન પણ આવશ્યક છે. અનુપ્રેક્ષા તથા પ્રકારની સ્થિરતાનું સર્જન કરે છે. માટે સૂત્રમાં ધર્મધ્યાનની અનુપ્રેક્ષા કહી છે.
એકત્વ અનુપ્રેક્ષા અહંકારનો નાશ કરે, અનિત્ય અનુપ્રેક્ષા મમકારનો વિલય કરે, અશરણ અનુપ્રેક્ષા અને સંસાર અનુપ્રેક્ષા જીવને સંસારના સર્વ સંબંધોનું ભાન કરાવી સ્વાવલંબી બનાવે અને આત્મભાવમાં સ્થિર કરે છે. આ રીતે ધર્મધ્યાનના આલંબન અને અનુપ્રેક્ષાથી ધર્મધ્યાન પરિપુષ્ટ બને છે. ચોથા ગુણસ્થાનથી સાતમાં ગુણસ્થાન સુધીના જીવો ધર્મધ્યાનના અધિકારી કહ્યા છે.
સર્વ પ્રથમ ધર્મધ્યાનના પ્રકારોથી તેના ધ્યેયનું જ્ઞાન આવશ્યક છે. પછી તે જ્ઞાનની પ્રક્રિયામાં ચાર લક્ષણો અને ચાર આલંબનોને સમજવા જરૂરી છે. ત્યાર પછી તે સાધક એકત્વ આદિ ચાર ભાવના