________________
સ્થાન–૪: ઉદ્દેશક-૧
| ૩૧૧ ]
ભાવાર્થ :- ધર્મધ્યાનના ચાર લક્ષણ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) આજ્ઞારુચિ– જિનાજ્ઞાના ચિંતન-મનનમાં રુચિ, શ્રદ્ધા, ભક્તિ થવી. (૨) નિસર્ગરુચિ- ધર્મ કાર્યો કરવામાં સ્વાભાવિક રુચિ થવી. (૩) સૂત્રરુચિ– આગમ-શાસ્ત્રોના પઠન-પાઠનમાં રુચિ થવી. (૪) અવગાઢ રુચિ- દ્વાદશાંગી વાણીમાં અવગાહન કરવાની પ્રગાઢ રૂચિ થવી.
|२५ धम्मस्स णं झाणस्स चत्तारि आलंबणा पण्णत्ता, तं जहा- वायणा, पडिपुच्छणा परियट्टणा, धम्मकहा । ભાવાર્થ :- ધર્મધ્યાનના ચાર આલંબન કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) વાચના- આગમ-સૂત્ર આદિનું પઠન કરવું. (૨) પ્રતિપૃચ્છના–શંકા–નિવારણાર્થે ગુરુજનોને પૂછવું. (૩) પરિવર્તના- શીખેલા સૂત્રોનું પુનરાવર્તન કરવું. (૪) ધર્મકથા– ધર્મ તત્ત્વોનું વ્યાખ્યાન કરવું, ધર્મોપદેશ દેવો. २६ धम्मस्स णं झाणस्स चत्तारि अणुप्पेहाओ पण्णत्ताओ, तं जहाएगाणुप्पेहा, अणिच्चाणुप्पेहा, असरणाणुप्पेहा, संसाराणुप्पेहा । ભાવાર્થ :- ધર્મ-ધ્યાનનની ચાર અનુપ્રેક્ષા કહી છે, તે આ પ્રમાણે છે– (૧) એકતાનુપ્રેક્ષા- જીવ એકલો પરિભ્રમણ કરે છે અને સુખ–દુઃખ એકલો જ ભોગવે છે, તે પ્રકારે ચિંતન કરવું. (૨) અનિત્યાનુપ્રેક્ષા- વસ્તુઓની અનિત્યતાનું ચિંતન કરવું. (૩) અશરણાનુપ્રેક્ષા- સંસારમાં કોઈ કોઈને શરણભૂત નથી, તે પ્રકારનો વિચાર કરવો. (૪) સંસારાનુપ્રેક્ષા- ચતુર્ગતિરૂપ સંસારનો વિચાર કરવો.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ધર્મધ્યાનના પ્રકાર, લક્ષણ, આલંબન અને અનુપ્રેક્ષાના માધ્યમથી ધર્મધ્યાનનું વિસ્તૃત વિવેચન કર્યું છે. ધર્મ ધ્યાન - ધર્મધ્યાનનો અર્થ છે તત્ત્વનો સાક્ષાત્કાર. આત્મતત્ત્વના સાક્ષાત્કાર માટે થતી પ્રવૃત્તિને અને તેમાં થતી ચિત્તવૃત્તિની એકાગ્રતાને ધર્મધ્યાન કહે છે.
ચાર ભેદ – આજ્ઞાવિચય આદિ ચાર ભેદોના માધ્યમે સાધક જિનાજ્ઞાની તેમજ કર્મફળ આદિની સતત વિચારણા કરતાં રાગ-દ્વેષના પરિણામને મંદ બનાવી, ધર્મધ્યાનમાં પ્રવિષ્ટ થાય છે.
(૧) આવિષય:- જિનાજ્ઞાની વિચારણા. આગમમાં નિરૂપિત તત્ત્વોની તેમજ કર્મબંધનથી મુક્તિની અને જિનેશ્વરની આજ્ઞાની વિચારણા કરવી તે.
(૨) અવાય વિનય - દુઃખની વિચારણા. ચારે ગતિના દુઃખો અને દુઃખનાં કારણો તથા તેનાથી દૂર રહેવાના ઉપાયોની વિચારણા કરવી તે.