________________
૩૧૦ ]
શ્રી ઠાણાગ સુત્ર-૧
દૂર ભાવની પ્રધાનતા છે. તેની ઉત્પત્તિમાં હિંસા, મૃષા, ચોરી, વિષય સંરક્ષણ રૂપ ચાર નિમિત્ત પ્રધાન છે. તે નિમિત્ત ભેદની અપેક્ષાએ રૌદ્ર ધ્યાનના ચાર પ્રકાર છે. (૧) હિંસાનુબંધી :- જીવોને પીડા પહોંચાડવાનો વિચાર જેમાં નિરંતર ચાલે, જેમાં હિંસાનો અનુબંધ સતત ચાલુ રહે તે. (૨) મૃષાનુબંધી - જેમાં કોઈ પર ખોટા આળ ચડાવવા વિષયક, ચાડી ચુગલી વિષયક, જૂઠ કે માયા મૃષાવાદ વિષયક, અસભૂત પદાર્થ વિષયક ચિંતન ચાલે અને તે દ્વારા અસત્ય સંબંધી અનુબંધ ચાલુ રહે
(૩) સ્નેનાનુબંધી - સ્તન = ચોર. ચોરનું કાર્ય-ચોરી, તે તેય કહેવાય છે. જેમાં ચોરીના અનુબંધવાળું ચિંતન રહે તે તેનાનુબંધી કહેવાય છે. (૪) સંરક્ષણાનુબંધી :- સંપાવૈ. પરિત્રાને સવ્વાદિસંખ પરોવાય નુસ૩i વિત્તા વિષયના સાધનોના સંરક્ષણનો અનુબંધ જેમાં રહે છે. પોતાની સુરક્ષામાં શંકા થતાં અન્યના ઉપઘાત રૂપ કલુષતાથી વ્યાપ્ત ચિત્ત અર્થાત્ યેન કેન પ્રકારે પોતાનું તથા પોતાના ભોગ, ઉપભોગ યોગ્ય પદાર્થોના સંરક્ષણ સંબંધી ચિંતન, તે સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન કહેવાય છે. રૌદ્ર ધ્યાનના ચાર લક્ષણ :- (૧) ઉત્સન્ન દોષ- હિંસા, અસત્ય વગેરે પાપોમાંથી કોઈ એક પાપમાં પ્રવૃત્તિ કરવી. (૨) બહુદોષ- હિંસાદિ સર્વ પાપોમાં પ્રવૃત્તિ કરવી. (૩) અજ્ઞાન દોષ-કુશાસ્ત્રના સંસ્કારથી હિંસાદિ અધાર્મિક કાર્યને ધર્મરૂપ માનવા. (૪) આમરણાંત દોષ- મરણકાળ પર્યત હિંસાદિ કાર્યોનો પશ્ચાત્તાપ ન કરવો, પ્રાયશ્ચિત્ત ન લેવું
- એકથી પાંચ ગુણસ્થાને આ ધ્યાન હોય છે. શાસ્ત્રોમાં તેને નરક ગતિનું કારણ કહ્યું છે. આર્ત અને રૌદ્ર આ બન્ને ધ્યાન અશુભ છે, ત્યાજ્ય છે. ધર્મધ્યાનના ચાર પ્રકાર અને લક્ષણાદિ :२३ धम्मे झाणे चउविहे चउप्पडोयारे पण्णत्ते, तं जहा- आणाविजए, अवायविजएविवागविजए, सठाणविजए । ભાવાર્થ :- ધર્મધ્યાનના ચાર ચાર ભેટવાળા ચાર પ્રકાર છે. તેમાં સર્વ પ્રથમ તેના ચાર પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) આજ્ઞાવિચય- જિનાજ્ઞાઓનું ચિંતન કરવું. સમજવાનો પ્રયત્ન કરવો. (૨) અપાય વિચય- ચારે ગતિના દુઃખોનું ચિંતન કરવું. (૩) વિપાક વિચય-કર્મ અને તેના પરિણામ–ફળનો ઊંડો વિચાર કરવો. (૪) સંસ્થાનવિચય- લોકના સંસ્થાન-સ્વરૂપનું ચિંતન કરવું.
२४ धम्मस्स णं झाणस्स चत्तारि लक्खणा पण्णत्ता, तं जहा- आणारुई, णिसग्गरुई, सुत्तरुई, ओगाढरुई ।