________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૧
૩૦૯
ભાવાર્થ :- આર્તધ્યાનના ચાર લક્ષણ છે, તે આ પ્રમાણે છે– (૧) ક્રન્દનતા- ઉચ્ચ સ્વરે બોલતાં બોલતાં રડવું. (૨) શોચનતા- દીનતા પ્રગટ કરીને શોક કરવો. (૩) તિપનતા- આંસુ વહાવવા. (૪) પરિદેવનતા- કરુણાજનક વિલાપ કરવો.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં આર્તધ્યાનનું સ્વરૂપ અને તેના લક્ષણ દર્શાવ્યા છે આર્તધ્યાનમાં સુખાકાંક્ષા અને કામાશંસા હોય છે. તેનો મુખ્ય આધાર પીડા છે અને તે પીડા અનિષ્ટ સંયોગ વગેરે પણ કોઈ કારણથી કે નિમિત્તથી ઉત્પન્ન થાય છે. નિમિત્તભેદથી આર્તધ્યાનના ચાર પ્રકાર છે.
(૧) ઈષ્ટ વિયોગ (૨) અનિષ્ટ સંયોગ (૩) રોગાદિનો સંયોગ; આ ત્રણે નિમિત્તની પ્રાપ્તિમાં તે પરિસ્થિતિને દૂર કરવા સતત ચિંતવના કરવી અને (૪) ઈચ્છિત કામભોગની પ્રાપ્તિ પછી તે ક્યારે ય દૂર ન થાય તેના માટે સતત વિચારણા કરવી તે આર્તધ્યાન છે.
આર્તધ્યાનનું પ્રગટીકરણ તેના ચાર લક્ષણ દ્વારા થાય છે. પીડામાં ઘેરાયેલી વ્યક્તિ પોતાના મનોભાવ (૧) રડીને (૨) શોક કરીને (૩) આંસુ વહાવીને (૪) વિલાપ કરીને કરે છે. તેથી ક્રન્દનતા આદિ ચાર તેના લક્ષણ છે.
રૌદ્રધ્યાનના ચાર પ્રકાર અને લક્ષણ :२१ रोद्दे झाणे चउव्विहे पण्णत्ते, तं जहा- हिंसाणुबंधि, मोसाणुबंधि, तेणाणुबंधि, सारक्खणाणुबधि । ભાવાર્થ :- રૌદ્ર ધ્યાનના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) હિંસાનુબંધી-હિંસક ચિંતન (૨) મૃષાનુબંધી–અસત્ય ભાષણ ચિંતન (૩) સ્નેનાનુબંધી-ચૌર્યકર્મ ચિંતન (૪) સંરક્ષણાનુબંધી-સ્વસંરક્ષણ હેતુ કલુષિત અને પરોપઘાતકારી ચિંતન. २२ रुद्दस्स णं झाणस्स चत्तारि लक्खणा पण्णत्ता, तं जहा- ओसण्णदोसे, बहुदोसे, अण्णाणदोसे, आमरणंतदोसे ।। ભાવાર્થ - રૌદ્રધ્યાનના ચાર લક્ષણ છે, તે આ પ્રમાણે છે– (૧) ઉત્સન્ન દોષ–એક પાપમાં સંલગ્ન રહેવું. (૨) બહુદોષ–અનેક પાપોમાં સંલગ્ન રહેવું. (૩) અજ્ઞાન દોષ–પાપને ધર્મ માનવો અને તેવા પ્રકારની પ્રરૂપણા કરવી. (૪) આમરણાન્ત દોષ- પાપનો ક્યારે ય પશ્ચાત્તાપ ન હોવો. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં રૌદ્રધ્યાનનું સ્વરૂપે પ્રગટ કર્યુ છે. રૌદ્ર ધ્યાનનો મુખ્ય આધાર ક્રૂરતા છે. રૌદ્રધ્યાનમાં