________________
૩૦૮ ]
શ્રી ઠાણાંગ સત્ર-૧
વિવેચન :ફT :- ધ્યાન. ધ્યેય પદાર્થના વિષયમાં અતૂટ તેલની ધારા જેવી ચિત્તવૃત્તિના પ્રવાહને ધ્યાન કહે છે.
ધ્યાયતે વસ્તુ અને ધ્યાનમ- જેના દ્વારા વસ્તુનું ચિંતન કરાય તે ધ્યાન. ચેતનાના બે પ્રકાર છે– ચલ અને સ્થિર. ચલ ચેતનાને ચિત્ત અને સ્થિર ચેતનાને ધ્યાન કહે છે. (૧) ગદ્દે ફાળ(આર્ત ધ્યાન) :- આ = દુઃખ. કોઈ પણ પ્રકારના દુઃખ નિમિત્તક શોક તથા ચિંતામાં એકાગ્રતા થવી તે આર્તધ્યાન કહેવાય છે. (૨) રોદ્દે ક્ષા(રોદ્ર ધ્યાન):- રૌદ્ર = ક્રૂર. હિંસાદિ પાપમયી ક્રૂર માનસિક પરિણતિમાં એકાગ્રતા થવી તે રૌદ્રધ્યાન કહેવાય છે. (૩) થર્ને ફાળે (ધર્મ ધ્યાન) – કૃતધર્મ અને ચારિત્રધર્મના ચિંતનમાં એકાગ્રતા થવી તે ધર્મધ્યાન કહેવાય છે. (૪) સુ જ્ઞાને (શુક્લ ધ્યાન) – કર્મક્ષયના કારણભૂત શુદ્ધ ઉપયોગમાં લીન રહેવું તે શુક્લધ્યાન કહેવાય છે.
આ ચાર ધ્યાનમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ઉપાદેય નથી.ધર્મધ્યાન અને શુક્લધ્યાન ઉપાદેય છે.
આર્તધ્યાનના ચાર પ્રકાર અને લક્ષણ :| १९ अट्टझाणे चउव्विहे पण्णत्ते, तं जहा- अमणुण्ण संपओग संपउत्ते, तस्स विप्पओग सइ-समण्णागए यावि भवइ । मणुण्ण संपओग संपउत्ते, तस्स अविप्पओग सइ-समण्णागए यावि भवइ । आयक संपओग संपउत्ते, तस्स विप्पओग सइ- समण्णागए यावि भवइ । परिजुसिय-कामभोग-संपओग-संपउत्ते, तस्स अविप्पओग सइसमण्णागए यावि भवइ । ભાવાર્થ :- આર્તધ્યાનના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) અમનોજ્ઞ(અપ્રિય)વસ્તુનો સંયોગ થયા પછી તેને દૂર કરવા વારંવાર ચિંતન કરવું. (૨) મનોજ્ઞ(પ્રિય) વસ્તુનો સંયોગ થયા પછી તેનો વિયોગ ન થાય તેવું વારંવાર ચિંતન કરવું. (૩) આંતક(રોગ) થાય તો તેને દૂર કરવા વારંવાર ચિંતન કરવું.(૪) ઈચ્છિત કામભોગનો સંયોગ થાય તો તેનો વિયોગ ન થાય એવું વારંવાર ચિંતન કરવું.
२० अट्टस्स णं झाणस्स चत्तारि लक्खणा पण्णत्ता, तं जहा- कंदणया, सोयणया, तिप्पणया पडिदेवणया ।