________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૧
[ ૩૦૭ |
इ हव्वमागच्छित्तए ।
अहुणोववण्णे णेरइए णिरयाउयंसि कम्मंसि अक्खीणसि अवेइयंसि अणिज्जि- ण्णंसि इच्छेज्जा माणुसं लोग हव्वमागच्छित्तए णो चेव णं संचाएइ हव्वमागच्छित्तए।
इच्चेएहिं चउहि ठाणेहिं अहुणोववण्णे णेरइए णिरयलोगंसि इच्छेज्जा माणुसं लोगं हव्वमागच्छित्तए णो चेव णं संचाएइ हव्वमागच्छित्तए । ભાવાર્થ :- નરકલોકમાં તાત્કાલ ઉત્પન્ન થયેલા નારકી ચાર કારણે શીધ્ર મનુષ્યલોકમાં આવવા ઈચ્છે છે પરંતુ આવી શક્તા નથી. (૧) નરક લોકમાં ઉત્પન્ન થતાં જ નૈરયિક અતિતીવ્ર વેદના સહન ન થવાથી શીઘ્ર મનુષ્યલોકમાં આવવા ઈચ્છે છે પરંતુ આવી શકતા નથી. (૨) નરકલોકમાં ઉત્પન્ન થતાં જ નૈરયિક નરકપાલો દ્વારા પીડિત થઈ મનુષ્ય લોકમાં આવવા ઈચ્છે છે પરંતુ આવી શકતા નથી. (૩) નરક લોકમાં ઉત્પન્ન નૈરયિકના નરકમાં ભોગવવા યોગ્ય કર્મ હજુ ક્ષીણ થયા નથી, ભોગવાયા નથી, નિર્જીર્ણ થયા નથી. તેથી તે શીધ્ર મનુષ્યલોકમાં આવવા ઈચ્છે છે પરંતુ આવી શક્તા નથી. (૪) નરક લોકમાં ઉત્પન્ન નૈરયિકનું નરકાયુકર્મ ક્ષીણ થયું નથી, ભોગવાયું નથી, નિર્જીર્ણ થયું નથી, તેથી તે શીધ્ર મનુષ્ય લોકમાં આવવા ઈચ્છે છે પરંતુ આવી શકતા નથી. સાધ્વી માટે પછેડીનું પ્રમાણ અને સંખ્યા :१७ कप्पंति णिग्गंथीणं चत्तारि संघाडीओ धारित्तए वा परिहरित्तए वा, तं जहा- एगं दुहत्थवित्थारं, दो तिहत्थवित्थारं, एगं चउहत्थवित्थारं । ભાવાર્થ :- નિગ્રંથી(સાધ્વી)ને ચાર સંઘાટિકા(પછેડી) રાખવી અને પહેરવી કલ્પે છે, તે આ પ્રમાણે છે– (૧) બે હાથ વિસ્તારવાળી એક પછેડી ઉપાશ્રયમાં પહેરવા માટે. (૨) ત્રણ હાથના વિસ્તારવાળી બે પછેડી તેમાં એક ભિક્ષા લેવા જાય તે સમયે પહેરવા માટે. (૩) અને બીજી શૌચ માટે જાય તે સમયે ઓઢવા માટે. (૪) ચાર હાથ વિસ્તારવાળી એક પછેડી વ્યાખ્યાન, પરિષદમાં જાય તે સમયે પહેરવા માટે. ધ્યાનના ચાર પ્રકાર :|१८ चत्तारि झाणा पण्णत्ता, तं जहा- अट्टे झाणे, रोद्दे झाणे, धम्मे झाणे, સુજે ફાવે ! ભાવાર્થ :- ધ્યાનના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) આર્તધ્યાન (૨) રૌદ્રધ્યાન (૩) ધર્મધ્યાન (૪) શુક્લધ્યાન.