________________
sor
પુણ
(૧) છાલ ખાનાર.
(૨) અંતરછાલ ખાનાર.
(૩) કાષ્ઠ ખાનાર.
(૪) સાર ખાનાર.
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
ભિક્ષુ
(૧) છાલ ખાનાર ઘણ જેવા.
(૨) અંતરછાલ ખાનાર ઘુષ્ણ જેવા.
(૩) કાષ્ઠ ખાનાર ઘુણ જેવા.
(૪) સાર ખાનાર ઘણ જેવા.
(૧) છાલ ખાનાર ઘણ જેવા ભિક્ષુનું તપ,સાર ખાનાર ઘણ જેવું ઉગ્ર હોય છે. (૨) સાર ખાનાર ઘણ જેવા ભિક્ષુનું તપ, છાલ ખાનાર ઘણ જેવું મંદ હોય છે. (૩) અંતર છાલ ખાનાર ઘુળ જેવા ભિક્ષુનું તપ, કાષ્ઠ ખાનાર ઘુણ જેવું કંઈક વિશિષ્ટ હોય છે. (૪) કાષ્ઠ ખાનાર ઘુણ જેવા ભિક્ષુનું તપ, અંતરછાલ ખાનાર ઘણ જેવું સામાન્ય હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકારે ઘુણને ઉપમાન રૂપમાં રાખી તેની આહાર રુચિની વિવિધતાના આધારે સાધુના આહાર સંબંધી ચારિત્રતપનું વિશ્લેષણ કર્યું છે. ઘુણના મુખની ભેદનશિત અલ્પ કે વધુ હોય તદનુસાર તે ત્વચા, છાલ, કાષ્ઠ કે સારને કોતરી ખાય શકે છે. છાલને ભેદવામાં અસમર્થ કીડા બાય છાલને ખાય છે વૃક્ષની બાહ્ય છાલને ભેદવામાં સમર્થ પણ અંતરછાલને ભેદવામાં અસમર્થ કીડા અંતરછાલ ખાય છે. અંતરછાલને ભેદવામાં સમર્થ પણ કાષ્ઠને ભેદવામાં અસમર્થ કીડા કામાગને ખાય છે અને કેટલાક છાલ, અંતરછાલ, કાષ્ઠને છેદવામાં સમર્થ કીડા વૃક્ષના સાર ભાગને ખાય છે.
પત્તાન્ત પુખ્ત :- કાષ્ઠકીટક, લાકડાને કોતરી ખાનાર કીડાને ઘુણ કહે છે. તે ચાર પ્રકારના હોય છે. કેટલાક ઘુણા વૃક્ષની છાલને, કેટલાક વૃક્ષની અંતરછાલને, કેટલાક કાષ્ઠને અને કેટલાક ઘુણા સારને ખાનારા હોય છે. કાષ્ઠના મધ્યભાગને સાર કહે છે. સાર ખાનાર ઘણ વજ્રજમુખી હોય છે. વૃક્ષની છાલમાં સ્નિગ્ધતા સાર તત્ત્વ હોતું નથી. અંતર છાલમાં સ્નિગ્ધતા વધુ હોય છે. કાષ્ઠમાં તેથી વધુ સ્નિગ્ધતા હોય છે અને ગર્ભમાં તેથી વધુ સ્નિગ્ધતા હોય છે.
પત્તાના વિવસ્વાન :- આ ચૌભંગીમાં ભિલ્લુના આહારને કાષ્ઠ કીટકના આહારની ઉપમા આપી છે. તેનું તાત્પર્ય આ પ્રમાણે છે–
(૧) આયુબલ આદિ તપ કરનાર, સ્નિગ્ધતા ન હોય તેવા આંત−પ્રાંત, લૂખા-સૂકા, તુચ્છ આહાર કરનાર ભિક્ષુ છાલ ખાદ પુલ તુલ્ય છે.
(૨) પાત્રમાં આહારગત દ્રવ્યની સ્નિગ્ધતાનો લેપ ન લાગે તેવા અલેપ આહારી ભિક્ષુ તથા ઘી, દૂધાદિ વિગયનો અંશ પણ ન હોય તેવા દ્રવ્યના આહારી ભિક્ષુ ‘અંતરછાલ ખાદ પુષ્ણ' તુલ્ય છે.
(૩) સામાન્ય રૂપે વિગય રહિત અર્થાત્ ઘી-દૂધાદિનો જેમાં અંશ હોય પરંતુ ઉપરથી વિગય ગ્રહણ ન કરે