________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૧
[ ૩૦૫ ]
તે ભિક્ષુ કાષ્ઠબાદ ઘુણ' તુલ્ય છે. (૪) સર્વકામગુણ સંપન્ન, બલવર્ધક સારયુક્ત દ્રવ્યનો આહાર કરનાર ભિક્ષુ 'સારબાદ ઘુણ' તુલ્ય છે. ઘુણ અને ભિક્ષના તપની તુલના :- આ સૂત્રના ઉત્તર વિભાગની ચૌભંગીમાં આહારના આધારે તપની ઉચ્ચતા ન્યૂનતા દર્શાવી છે. આહાર ન્યૂન હોય તો તપ ઉચ્ચ હોય અને આહાર ઉચ્ચ હોય તો તપ નિમ્ન હોય છે.
(૨) તથ#@ાયલનાળક્સ - છાલ ભોજી ઘુણ તુલ્ય આંત-પ્રાંત, સ્નિગ્ધતા રહિત આહાર કરનાર ભિક્ષનું તપ તીવ્ર હોય છે અને તે તપ સારભોજી ઘુણની જેમ તીવ્ર રૂપે કર્મોને ભેટે છે. સારભોજી ઘુણ છાલ, અંતર છાલ અને કાષ્ઠને ભેદવામાં સમર્થ હોય છે તેમ.
(૨) સરજાથિમાણસ :- સારભોજી ઘુણ તુલ્ય બલવર્ધક, અતિ સ્નિગ્ધ ભોજી ભિક્ષુનું તપ અતિમંદ હોય છે અને તે તપ છાલભોજી ઘુણની જેમ કર્મનું ભેદન કરવામાં સમર્થ નથી. છાલભોજી ઘુણ બાહ્ય છાલને ખાય છે પણ છાલનું ભેદન કરી શક્તો નથી તેમ.
(૩) છત્તિસમસ્સ :- આંતરછાલ ભોજી ઘુણ તુલ્ય વિગય રહિત આહાર કરનાર ભિક્ષનું તપ કંઈક વિશિષ્ટ છે. તે કાષ્ઠભોજી ઘુણની જેમ કર્મોનું કંઈક વિશેષ રૂપે ભેદન કરે છે. કારણ કે કાષ્ઠભોજી ઘુણ બાહ્ય અને આંતર બંને છાલનું ભેદન કરવા સમર્થ છે, તેમ આંતરછાલ તુલ્ય વિગય રહિત ભોજન કરનાર ભિક્ષુ પણ સામાન્ય અને કંઈક વિશેષરૂપે કર્મોનું ભેદન કરી શકે છે. (૪) ક્રિયામાક્ષ - કાષ્ઠભોજી ઘુણ તુલ્ય ઘી-દૂધાદિ વિગયના અંશો હોય તેવા આહાર કરનાર ભિક્ષુનું તપ સાધારણ તપ છે. તે આંતર છાલભોજી ઘુણની જેમ કર્મોનું સાધારણ રૂપે ભેદન કરે છે. આંતર છાલભોજી ઘુણ માત્ર બાહ્યુછાલનું ભેદન કરી શકે છે, અંતર છાલ કે કાષ્ઠનું ભેદન કરી શકતા નથી.
તાત્પર્ય એ છે કે– (૧) જે ભિક્ષુ પ્રાંત આહાર કરે, તેની કર્મભેદન શક્તિ, સાર ખાનાર ગુણના મુખ સમાન એકદમ વધુ હોય છે. (૨) જે ભિક્ષુ વિગયોથી પરિપૂર્ણ આહાર કરે, તેની કર્મભેદન શક્તિ, ત્વચાને ખાનાર ઘુણના મુખ સમાન અત્યલ્પ હોય છે. (૩) જે ભિક્ષુ રૂક્ષ–સુખો આહાર કરે, તેની કર્મભેદન શક્તિ કાષ્ઠ ખાનાર ઘુણના મુખની સમાન વધુ હોય છે. (૪) જે ભિક્ષુ સામાન્ય વિગય સહિતનો આહાર કરે તેની કર્મભેદન શક્તિ છાલ ખાનાર ઘુણના મુખ સમાન અલ્પ હોય છે.
(૧) પ્રથમ પ્રકારના સાધુનું તપ અતિતીવ્ર છે. (આયંબિલ સમાન) (૨) બીજા પ્રકારના સાધુનું તપ જઘન્ય છે. (તપ રહિત સામાન્ય આહાર સમાન) (૩) ત્રીજા પ્રકારના સાધુનું તપ સાધારણ છે. (નિવી આયંબિલ સમાન) (૪) ચોથા પ્રકારના સાધુનું તપ અપ્રધાન છે. (ધાર વિગય ત્યાગ સમાન)
સહુથી ન્યૂન તપ બીજા ભંગવાળાનું, તેથી ચોથાભંગવાળાનું તપ વિશેષ છે, તેથી ત્રીજા ભંગવાળાનું તપ વિશેષ છે અને પ્રથમ ભંગવાળાનું તપ સહુથી વિશેષ છે.