________________
સ્થાન–૪: ઉદ્દેશક-૧
[ ૩૦૩ |
અહીં આંબાના ફળ કેરી, તાડવૃક્ષના ફળ તાડગોલા, લતાના ફળ તરબૂચ વગેરે તથા મેંઢ વિષાણ નામની વનસ્પતિ વિશેષના ફળની કલિકાનું કથન છે.
મંદ વિશાળ :- ઘેટાના શિંગડાંના આકાર જેવા ફળવાળી વનસ્પતિ વિશેષને મેંઢ વિષાણ કહે છેમેષ - સમાનતા વનસ્પતિનાતિક, આિિવશેષ ફત્યર્થ, - સ્થાનાંગ વૃતિ.
સૂત્રોક્ત ચાર ઉપમાનું તાત્પર્ય આ પ્રમાણે છે– (૧) આમ્રફળની કલિકાનું જો રક્ષણ કરવામાં આવે તો ઉચિત સમયે(કેરીરૂ૫)સ્વાદિષ્ટ ફળ આપે છે. કેટલાક પુરુષો આમ્રફળ કલિકા જેવા હોય છે. તેમની સેવા કરવામાં આવી હોય તો ઉચિત સમયે ઉપકારરૂપ ફળ પ્રદાન કરે છે. દીર્ઘકાલે પણ સુંદર મધુર ફળ આપનાર વ્યક્તિની આ ઉપમા છે.
(૨) તાડફળની કલિકાની દીર્ઘકાળ પર્યત રક્ષા કરવામાં આવે પછી મુશ્કેલીથી ફળ પ્રાપ્ત થાય છે. કેટલાક મનુષ્યોની દીર્ઘકાળ સેવા પછી ઉપકાર રૂ૫ ફળ આપે છે. આ દીર્ઘકાલે સામાન્ય ફળ આપનારની ઉપમા છે.
(૩) લતા ફળની કલિકાની રક્ષા કરવામાં આવે તો તે શીઘ્ર ફળ આપે છે. કેટલાક મનુષ્યો સેવા કરનારને શીઘ્ર અને સરળતાથી ઉપકારરૂપ ફળ આપે છે. આ અલ્પ સમયમાં મનોજ્ઞ ફળ આપનારની ઉપમા છે.
(૪) મેંઢ વિષાણ ફળની કલિકાની રક્ષા કરવા છતાં રક્ષકને હિતકારી ફળ પ્રાપ્ત થતાં નથી. તેના ફળ સ્વાદ રહિત અખાધ હોય છે. કેટલાક મનુષ્યો સેવા કરનારને મીઠાં વચન સંભળાવ્યા કરે છે પણ ઉપકારરૂપ ફળ આપતા નથી. આ અલ્પ સમયમાં અમનોજ્ઞ સામાન્ય ફળ આપનારની ઉપમા છે.
ભિક્ષુ અને તેના તપને કાષ્ઠકીટની ઉપમા :|१४ चत्तारि घुणा पण्णत्ता, तं जहा- तयक्खाए, छल्लिक्खाए, कट्ठक्खाए, सारक्खाए । एवामेव चत्तारि भिक्खागा पण्णत्ता,तं जहा- तयक्खायसमाणे, छल्लिक्खायसमाणे, कट्ठक्खायसमाणे, सारक्खायसमाणे ।
तयक्खायसमाणस्स णं भिक्खागस्स सारक्खायसमाणे तवे पण्णत्ते । सारक्खायसमाणस्स णं भिक्खागस्स तयक्खायसमाणे तवे पण्णत्ते । छल्लिक्खाय समाणस्स णं भिक्खागस्स कट्ठक्खायसमाणे तवे पण्णत्ते । कट्ठक्खाय समाणस्स णं भिक्खागस्स छल्लिक्खायसमाणे तवे पण्णते । ભાવાર્થ - ચાર પ્રકારના ઘુણ અને તેની સમાન ચાર પ્રકારના ભિક્ષુ તથા તેઓના તપ કહ્યા છે, તે આ પ્રમાણે છે