________________
en
૩૦૨ ]
શ્રી કાણાંગ સૂત્ર-૧
હોય અથવા કેટલાક મનુષ્ય સ્વભાવથી પવિત્ર હોય અને સદાચરણના પાલનથી પણ પવિત્ર હોય. (૨) કેટલાક મનુષ્ય શરીરથી સ્વચ્છ અને અંતરંગથી મલિન હોય અથવા સ્વભાવથી પવિત્ર પણ દુરાચરણથી મલિન હોય છે. (૩) કેટલાક મનુષ્ય શરીરથી મલિન હોય અને અંતરંગથી પવિત્ર હોય છે અથવા સ્વભાવથી અપવિત્ર હોય પણ સદાચરણથી પવિત્ર હોય છે. (૪) કેટલાક મનુષ્ય શરીર અને અંતરંગ બંનેથી અપવિત્ર હોય અથવા સ્વભાવથી અપવિત્ર હોય અને દુરાચરણથી પણ અપવિત્ર હોય છે. - શેષ પરિણત, રૂપ, મન, સંકલ્પ, પ્રજ્ઞા, દષ્ટિ, શીલાચાર, વ્યવહાર અને પરાક્રમ આશ્રી તેર ચૌભંગી પૂર્વવતુ(શુદ્ધની જેમ)સમજવી.
મનુષ્યને કલિકા(કળી)ની ઉપમા :|१३ चत्तारि कोरवा पण्णत्ता, तं जहा- अंबपलबकोरवे, तालपलबकोरवे, वल्लि- पलंबकोरवे, मेंढविसाणकोरवे ।
एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- अंबपलबकोरवसमाणे, ताल- पलंबकोरवसमाणे, वल्लिपलबकोरवसमाणे, मेंढविसाणकोरवसमाणे ।
ભાવાર્થ :- ચાર પ્રકારે ફળની કલિકા(ફૂલ)અને તેની સમાન ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે
કલિકા (૧) આમ્રફળની. (૨) તાડફળની. (૩) વલ્લી–લતા ફળની. (૪) મેંઢ વિષાણ વનસ્પતિની.
પુરુષ (૧) આમ્રફળ કલિકા જેવા. (૨) તાડફળની કલિકા જેવા. (૩) વલ્લી–લતા ફળની કલિકા જેવા. (૪) મેંઢ વિષાણ વનસ્પતિની કલિકા જેવા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં કલિકાના દષ્ટાંતે માનવ સ્વભાવનું નિરૂપણ કર્યું છે. પત્ત વોર (પ્રલંબ કોરક) - પ્ર એટલે પ્રકૃષ્ટ–વિશેષરૂપે ડીંટીયા પર, લંબ એટલે અવલંબિત હોય, લટકતા હોય તે. વૃક્ષમાં લટકતી વસ્તુને પ્રલંબ કહે છે. પ્રલંબ એટલે ફળ. કોરક એટલે કલિકા અર્થાત્ ફળ પૂર્વેની ફૂલ અવસ્થા. આમ્રફળની કલિકા મંજરીના નામે પ્રસિદ્ધ છે. લીંબોળીની કલિકા કોલના નામે પ્રસિદ્ધ છે. તાત્પર્ય એ છે કે ફળની કળી-કલિકા કે પુષ્પાવસ્થાને કોઈક કહેવામાં આવે છે. સૂત્રમાં તેને પ્રલંબકોરક કહેલ છે.