________________
સ્થાન–૪: ઉદ્દેશક-૧
૩૦૧
પરિકથન દ્વારા અસત્યવાદી બની જાય તો તે સત્ય અસત્ય કહેવાય. (૩) પહેલાં જે અસત્યવાદી હોય અને પછી સત્યવાદી બની જાય તો અસત્ય-સત્ય કહેવાય. (૪) પહેલાં અસત્યવાદી હોય અને પછી પણ અસત્યવાદી રહે તો તે અસત્ય-અસત્ય કહેવાય.
દસ ચૌભંગીનું વિવરણ :- (૧) સત્ય અસત્યની એક (૨) સત્ય-સત્ય પરિણત (૩) રૂ૫ (૪) મન (૫) સંકલ્પ (૬) પ્રજ્ઞા (૭) દષ્ટિ (૮) શીલાચાર (૯) વ્યવહાર (૧૦) સત્ય અસત્ય પરાક્રમની મનુષ્ય સંબંધી એક–એક ચૌભંગી, એમ કુલ મળી દસ ચૌભંગી થાય છે.
શુચિ-અશુચિ વસ્ત્ર તથા પુરુષની ચૌભંગીઓ :१२ चत्तारि वत्था पण्णत्ता, तं जहा- सुई णामं एगे सुई, चउभंगो । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- सुई णामं एगे सुई, चउभंगो। एवं जहेव सुद्धणं वत्थेणं भणियं तहेव सुईणा वि जाव परक्कमे । ભાવાર્થ :- વસ્ત્ર ચાર પ્રકારના હોય છે, તે આ પ્રમાણે છે– કોઈ એક વસ્ત્ર મૂળથી પવિત્ર(સ્વચ્છ)હોય અને બાહ્ય સંયોગ સંસ્કારથી પણ પવિત્ર(સ્વચ્છ)હોય છે. આ રીતે વસ્ત્રના ચાર ભંગ સમજવા.
તેવી જ રીતે પુરુષ પણ ચાર પ્રકારના હોય છે, તે આ પ્રમાણે છે– કોઈ એક પુરુષ શરીરથી પવિત્ર હોય અને સ્વભાવથી પણ પવિત્ર હોય છે. આ રીતે પુરુષના ચાર ભંગ સમજવા.
જેમ -અશુદ્ધ વસ્ત્રમાં ૧૩ ચૌભંગી કહી છે, તે જ પ્રમાણે ચિ–અશુચિમાં પણ પરાક્રમ પર્યતની ૧૩ ચૌભંગી કહેવી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શુચિ સંબંધી તેર ચૌભંગી સંક્ષેપમાં કહી છે.
સૂઈ અણુઉં – શુચિ એટલે સ્વચ્છ, પવિત્ર, સદાચરણના આચરણથી પવિત્ર હોય તે. અશુચિ એટલે અસ્વચ્છ, અપવિત્ર, દુરાચરણના આચરણથી અપવિત્ર. શુચિ–અશુચિની વ્યાખ્યા પણ અનેક દૃષ્ટિકોણથી કરી શકાય. વૃત્તિકારે પ્રકૃતિ અને સંસ્કાર અપેક્ષાએ શુચિ-અશુચિના દષ્ટાંત આપ્યા છે. વારિ વલ્યા :- (૧) જે વસ્ત્ર સ્વભાવથી પહેલાં સ્વચ્છ હોય અને પછી પણ સંસ્કારથી સ્વચ્છ રહે તો તે શુચિ–શુચિ કહેવાય. (૨) કેટલાક વસ્ત્ર સ્વભાવથી શુચિ હોય પણ સાફ ન થવાથી અશુચિમય બની જાય. (૩) સ્વભાવથી અશુચિ પણ સંસ્કારથી સાફ કરવાની ક્રિયાથી શુચિ. (૪) સ્વભાવથી પણ અશુચિ અને સંસ્કારથી પણ અશુચિ.
વાર પુરિસગાથા :- (૧) કેટલાક મનુષ્ય શરીરથી સ્વચ્છ અને અંતરંગથી પણ સ્વચ્છ પવિત્ર