________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
ભાવાર્થ :- પુત્ર ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે–(૧) અતિજાત (ર) અનુજાત (૩) અપજાત (૪) કુલાંગાર.
વિવેચન :
૩૦૦
પ્રસ્તુત સૂત્રમાં પુત્રની વિભિન્ન યોગ્યતાઓને ચાર પ્રકારે દર્શાવી છે. ટીકાકારે અતિજાત આદિ ચારે શબ્દોનો અર્થ પુત્ર અને શિષ્ય બંને અપેક્ષાએ કર્યો છે.
(૧) અના(અતિજાત) :– જે પુત્ર પિતા કરતાં ગુણમાં, યશમાં ચડિયાતો હોય તે અતિજાત પુત્ર કહેવાય છે. જે શિષ્ય ગુરુ કરતાં વધુ પ્રભાવશાળી હોય તે 'અતિજાત' શિષ્ય કહેવાય છે.
(ર) અનુના(અનુજાત) જે પુત્ર પિતાની સમાન સમૃદ્ધિવાન, ગુણવાન હોય તે પુત્ર અનુજાત કહેવાય છે. ગુરુની સમાન પ્રભાવશાળી શિષ્ય 'અનુજાત' કહેવાય છે.
:
(૩) અવના(અપજાત) :– જે પુત્ર પિતા કરતાં ન્યૂન સંપત્તિવાન અને ગુણમાં ન્યૂન હોય તે પુત્ર અપજાત કહેવાય છે. ગુરુ કરતાં હીન પ્રભાવશાળી શિષ્ય અપજાત કહેવાય છે.
(૪) રુપ્તિનાì(કુલાંગાર) :– પોતાના અનાચારથી કુળને કલંક લગાડે તે પુત્ર કુલાંગાર કહેવાય છે. ગુરુના નામને દૂષિત કરનાર શિષ્ય કુલાંગાર કહેવાય છે.
સત્ય-અસત્ય પુરુષની ચૌભંગી :
११ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा - सच्चे णामं एगे सच्चे, सच्चे णामं एगे असच्चे, असच्चे णामं एगे सच्चे, असच्चे णामं एगे असच्चे । एवं परिणए जाव परक्कमे ।
ભાવાર્થ : - પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) સત્ય–સત્ય (૨) સત્ય—અસત્ય (૩) અસત્ય—સત્ય (૪) અસત્ય-અસત્ય. તે જ રીતે સત્ય પરિણતથી સત્ય પરાક્રમ સુધીની પુરુષની ચૌભંગીઓ સમજવી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સત્ય-અસત્યના આધારે ચાર પ્રકારના મનુષ્યનું કથન છે. જે મનુષ્ય વસ્તુ સ્વરૂપ જેવું હોય તેવું અને ઘટના જેવી હોય તે રીતે જ કથન કરે તો તે સત્યપુરુષ કહેવાય અને જો તે વસ્તુનું અયથાર્થ કથન કરે તો અસત્ય પુરુષ કે અસત્યવાદી કહેવાય છે.
સૂત્રોક્ત ચૌભંગી :– (૧) જે પુરુષ પહેલાં સત્ય આરાધક હોય અને પાછળથી પણ સત્ય આરાધક રહે તો તે સત્ય–સત્ય કહેવાય. (ર) જે પુરુષ પહેલાં સત્ય પાલક હોય અને પાછળથી વસ્તુના અયથાર્થ