________________
સ્થાન–૪ : ઉદ્દેશક-૧
૨૯૯
ચૌભંગી કહેવી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વસ્ત્ર અને મનુષ્યની શુદ્ધતા—અશુદ્ધતાનો નિર્દેશ છે. શુદ્ધતા, અશુદ્ધતાની વ્યાખ્યા અનેક દૃષ્ટિકોણથી કરી શકાય છે. વૃત્તિકારે પ્રકૃતિ અને સ્થિતિની દૃષ્ટિએ શુદ્ધતાનું પ્રતિપાદન ઉદાહરણ રૂપે કર્યું છે.
સુદ્ધે ખામેને યુદ્ધે :– જે વસ્ત્ર નિર્મળ–શુદ્ધ તંતુઓથી નિર્મિત હોય તે પ્રકૃતિથી શુદ્ધ કહેવાય છે. જે વસ્ત્ર વર્તમાનમાં મેલું ન હોય, વર્તમાનમાં જેની સ્થિતિ સ્વચ્છ હોય, તે વસ્ત્ર સ્થિતિથી શુદ્ધ કહેવાય છે. સૂત્રોક્ત ચૌભંગીનું સ્પષ્ટીકરણ :– (૧) કેટલાક વસ્ત્ર વણાટથી શુદ્ધ હોય અને વર્તમાન બાહ્ય સ્થિતિથી એટલે દેખાવમાં પણ શુદ્ધ હોય છે. (૨) કેટલાક વસ્ત્ર વણાટથી શુદ્ધ હોય પણ દેખાવથી અશુદ્ધ હોય છે. (૩) કેટલાક વસ્ત્ર વણાટથી અશુદ્ધ હોય પણ દેખાવથી શુદ્ધ હોય છે. (૪) કેટલાક વસ્ત્ર વણાટથી અશુદ્ધ અને દેખાવથી પણ અશુદ્ધ હોય છે.
મનુષ્ય પક્ષમાં જાતિ, કુળ, આદિ નિર્મળ હોય, દૂષણ રહિત હોય તે જાતિશુદ્ધ કહેવાય અને નિર્મળ જ્ઞાનાદિ ગુણો પ્રાપ્ત કર્યા હોય તો તે પુરુષ ગુણશુદ્ધ કહેવાય છે. જાતિ, કુળ, આદિ નિર્મળ ન હોય તે તથા જે ખોટી આદતો, દુર્ગણોથી ઘેરાયેલ હોય તે અશુદ્ધ કહેવાય છે. તે ચૌભંગી આ પ્રમાણે છે– (૧) કેટલાક મનુષ્ય જાતિ કુળ આદિથી શુદ્ધ હોય અને ગુણથી પણ શુદ્ધ હોય. (૨) કેટલાક મનુષ્ય જાતિ કુળ આદિથી શુદ્ધ હોય પણ ગુણથી અશુદ્ધ હોય. (૩) કેટલાક મનુષ્ય જાતિ કુળ આદિથી અશુદ્ધ હોય પણ ગુણથી શુદ્ધ હોય. (૪) કેટલાક મનુષ્ય જાતિ કુળ આદિથી પણ અશુદ્ધ હોય અને ગુણથી પણ અશુદ્ધ હોય છે. કાળની અપેક્ષાએ તે જ ચૌભંગી :– (૧) કેટલાક મનુષ્ય પહેલાં જ્ઞાનાદિ ગુણથી શુદ્ધ હોય અને પછી પણ ગુણથી શુદ્ધ રહે. (૨) કેટલાક મનુષ્ય પહેલાં ગુણથી શુદ્ધ હોય અને પાછળથી ખરાબ આદતોના કારણે ગુણથી અશુદ્ધ બની જાય. (૩) કેટલાક મનુષ્ય પહેલાં ગુણથી અશુદ્ધ હોય અને પછી ગુણોથી શુદ્ધ બની જાય. (૪) કેટલાક મનુષ્ય પહેલાં ગુણથી અશુદ્ધ હોય અને પછી પણ ખરાબ આદતો ન છોડવાના કારણે ગુણથી અશુદ્ધ જ રહે છે.
તેર ચૌભંગીનું વિવરણ ઃ- • (૧–૨) શુદ્ધ–અશુદ્ધ વસ્ત્ર અને પુરુષની બે (૩–૪) શુદ્ધ–શુદ્ધ પરિણત વસ્ત્ર અને પુરુષની બે (૫–૬) શુદ્ધ—અશુદ્ધ રૂપ વસ્ત્રની અને પુરુષની બે (૭) શુદ્ધ—અશુદ્ધ મનની મનુષ્યની એક (૮) શુદ્ધ-અશુદ્ધ સંકલ્પ (૯) શુદ્ધ-અશુદ્ધ પ્રજ્ઞા (૧૦) શુદ્ધ-અશુદ્ધ દૃષ્ટિ (૧૧) શુદ્ધઅશુદ્ધ શીલાચાર (૧૨) શુદ્ધ-અશુદ્ધ વ્યવહાર (૧૩) શુદ્ધ—અશુદ્ધ પરાક્રમની એક–એક ચૌભંગી, એમ કુલ ૧૩ ચૌભંગી જાણવી.
ચાર પ્રકારના પુત્ર ઃ
૨૦ વત્તારિ સુયા પળત્તા, તં નહા- અદ્બાણ, અનુગા, અવજ્ઞા, તિાને ।