________________
૨૯૮ ]
શ્રી ઠાણાંગ સત્ર-૧
કે, 'આત્મા નથી' તેમ કોઈ કહે તો તે ભાષા મૃષાભાષા છે.
(ચ
ચમૃષા-મિશ્રભાષા) :- જે ભાષામાં સત્યના પણ અંશ હોય અને મૃષાના પણ અંશ હોય તેવી મિશ્રણવાળી ભાષા સત્યપૃષા ભાષા કહેવાય છે. આત્મા છે અને અકર્તા છે' તેમ કોઈ કહે તો તેમાં 'આત્મા છે, તેટલો અંશ સત્ય છે અને આત્મા અકર્તા છે તે અંશ અસત્ય છે માટે તે ભાષા મિશ્ર છે.
(૪) અસવમો(અસત્યામૃષા-વ્યવહારભાષા) – જે ભાષાને સત્ય કે મૃષા કહી ન શકાય, જે ભાષા સત્ય અને મૃષા બંને સ્વભાવથી રહિત હોય તે, વ્યવહાર રૂપે બોલાતી ભાષા અને આજ્ઞા આપવા રૂપે બોલાતી ભાષા વ્યવહાર ભાષા કહેવાય છે. જેમ કે, 'તમે ત્યાં જાઓ, સ્વાધ્યાય કરો. તે સિવાય અસંજ્ઞી જીવોની ભાષા પણ વ્યવહાર ભાષા કહેવાય છે.
શુદ્ધાશુદ્ધ વસ્ત્ર તથા મનુષ્યની ચૌભંગીઓ :| ९ चत्तारि वत्था पण्णत्ता, तं जहा- सुद्धे णामं एगे सुद्धे, सुद्धे णामं एगे असुद्धे, असुद्धे णामं एगे सुद्धे, असुद्धे णामं एगे असुद्धे ।
__एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- सुद्धे णामं एगे सुद्ध, सुद्धे णाम एगे असुद्धे, असुद्धे णामं एगे सुद्धे, असुद्धे णामं एगे असुद्धे ।
एवं परिणय, रूवे वत्था सपडिवक्खा । एवं संकप्पे जाव परक्कमे અપડિવા |
ભાવાર્થ :- ચાર પ્રકારના વસ્ત્ર અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે
વસ્ત્ર (૧) કોઈ પ્રકૃતિથી શુદ્ધ હોય અને સ્થિતિથી પણ શુદ્ધ હોય. (૨) કોઈ પ્રકૃતિથી શુદ્ધ હોય પણ સ્થતિથી અશુદ્ધ હોય. (૩) કોઈ પ્રકૃતિથી અશુદ્ધ હોય પણ સ્થિતિથી શુદ્ધ હોય. (૪) કોઈ પ્રકૃતિથી અશુદ્ધ હોય અને સ્થિતિથી પણ અશુદ્ધ હોય.
પુરુષ (૧) કોઈ જાતિથી શુદ્ધ હોય અને ગુણથી પણ શુદ્ધ હોય. (૨) કોઈ જાતિથી શુદ્ધ હોય પણ ગુણથી અશુદ્ધ હોય (૩) કોઈ જાતિથી અશુદ્ધ હોય પણ ગુણથી શુદ્ધ હોય (૨) કોઈ જાતિથી અશુદ્ધ હોય અને ગુણથી પણ અશુદ્ધ હોય
આ જ પ્રમાણે પરિણત અને રૂપ સંયુક્ત શુદ્ધ-અશુદ્ધ વસ્ત્ર અને પુરુષની પ્રતિપક્ષ યુક્ત અર્થાત્ બે-બે ચૌભંગી કહેવી. આ જ પ્રમાણે મન, સંકલ્પથી લઈ પરાક્રમ પર્યત પુરુષની પ્રતિપક્ષરહિત એક–એક