________________
૨૯૬
ૠજુ-વક્ર વૃક્ષ તથા મનુષ્યની ચૌભંગીઓ :
६ चत्तारि रुक्खा पण्णत्ता, तं जहा - उज्जू णाममेगे उज्जू, उज्जू णाममेगे वंके, वंके णाममेगे उज्जू, वंके णाममेगे वंके एवामेव चत्तारि पुरिस जाया पण्णत्ता, तं जहा- उज्जू णाममेगे उज्जू चउभंगो । एवं जहा उण्णयपणएहि गोतहा उज्जू केहि वि भाणियव्वो जाव परक्कमे ।
ભાવાર્થ :- ચાર પ્રકારના વૃક્ષ અને તે જ પ્રમાણે ચાર પ્રકાર પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે–
પુરુષ (૧)શરીરથી ઋજુ–પ્રકૃતિથી જુ.
(૨) જુ—વક્ર.
(૩) વક્ર-જુ.
(૪) વક્ર—વક્ર.
વૃક્ષ
(૧) શરીરથી ૠજુ–કાર્યથી ઋજુ.
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
(૨) જુ— વક્ર.
(૩) વક્ર—ઋજુ.
(૪) વક્ર—વક્ર.
ઉન્નત–પ્રણતમાં પરિણતથી પરાક્રમ સુધી સૂત્રાર્થ કહ્યા છે, તેમ અહીં ઋજુ—વક્રમાં પણ પરિણતથી પરાક્રમ સુધી સર્વ કથન કહેવું.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વૃક્ષના દષ્ટાંતથી મનુષ્યની ઋજુતા અને વક્રતા દર્શાવી છે. ઋજુ = સરળ, સીધા. જેના વાણી, વિચાર, વર્તન એક હોય તે ઋજુ પુરુષ કહેવાય. વક્ર = વાંકા. વિચાર, વાણી, વર્તન જેના જુદા હોય તે વક્ર પુરુષ કહેવાય. વૃક્ષ સરળ–સીધું હોય, અવિપરીત સ્વભાવ હોય તો ઋજુ કહેવાય અને વિપરીત સ્વભાવ હોય તો વક્ર કહેવાય. જેમ કે કડવી તુંબડી, કડવા તુરીયા. દૂધી, તુરીયાનો સ્વભાવ કડવો નથી પણ કેટલાક વૃક્ષ વિપરીત સ્વભાવવાળા હોય તે કારણે તેના ફળ કડવા હોય તો તે વૃક્ષ વક્ર કહેવાય.
જે
વૃક્ષ યથા સમયે ફળ આપતું હોય તે સરળ કહેવાય અને યથા સમયે ફળ ન આપે તે વક્ર કહેવાય. કેટલાક વૃક્ષ પહેલા ઋજુ હોય અને પછી પણ ઋજુ રહે. આ રીતે પણ ચૌભંગી ઘટિત થાય.
મનુષ્યમાં– શરીર, ભાષા, ચેષ્ટા સરળ હોય તો તે ઋજુ કહેવાય અને કુટિલ, માયાવી હોય તો તે વક્ર કહેવાય છે. કેટલાક મનુષ્ય બહારથી– શરીર, ચેષ્ટા, ભાષાદિની અપેક્ષાએ પણ ઋજુ હોય અને અંતરથી પણ ઋજુ હોય છે.
તેર ચૌભંગીઓનું સ્પષ્ટીકરણ :- (૧–૨) ૠજુ–ૠજુ વૃક્ષ તથા પુરુષની બે (૩–૪) જુ—ઋજુ પરિણતની વૃક્ષ તથા પુરુષની બે (પ–૬) ઋજુ—ઋજુ રૂપ વૃક્ષ અને પુરુષની બે.
(૭) જુ–જુમન (૮) ૠજુ—ઋજુ સંકલ્પ (૯) ૠજુ ઋજુ પ્રજ્ઞા (૧૦) ઋજુ ઋજુ દષ્ટિ