________________
| સ્થાન–૪: ઉદ્દેશક-૧
૨૯૫
પરિણત - પરિણમવું. વૃક્ષ પક્ષમાં–શુભ રસાદિ અશુભ રસાદિ રૂપે પરિણમે તે પ્રણત કહેવાય અને અશુભ રસ શુભ રસરૂપે પરિણમે તે ઉન્નત કહેવાય. મનુષ્ય પક્ષમાં–શુભભાવ અશુભભાવ રૂપે અને અશુભભાવ શુભરૂપે પરિણમે તે રીતે સમજવું. રૂ૫ - આકાર, સંસ્થાન, શોભા યુક્ત, સુરૂપ હોય તે ઉન્નત રૂપ કહેવાય અને કુરૂપ હોય તે પ્રણત રૂપ કહેવાય. (૧) વૃક્ષપક્ષમાં કેટલાક વૃક્ષ શરીરથી ઉન્નત અને રૂપથી ઉન્નત સુંદર આકારવાળા હોય. (૨) મનુષ્યપક્ષમાં કેટલાક મનુષ્ય શરીરથી ઉન્નત (ઊંચા) હોય અને રૂપથી ઉન્નત(સૌંદર્યવાન) હોય અથવા કેટલાક મનુષ્ય જાતિથી ઉન્નત(શ્રેષ્ઠ જાતિવાળા) હોય અને રૂપથી પણ ઉન્નત(સૌંદર્યવાન) હોય. મન - ઔદાર્ય–ઉદારતા વગેરે ગુણયુક્ત હોય તે ઉન્નતમને કહેવાય અને કૃપણતા–કંજુસ વગેરે અવગુણ યુક્ત હોય તે પ્રણતમને કહેવાય છે. સંકલ્પ - સંકલ્પ એટલે માનસિક વિચારની દઢતા. દઢ મનવાળા મનુષ્ય સંકલ્પથી ઉન્નત અને અસ્થિર મનવાળા મનુષ્ય સંકલ્પથી પ્રણત કહેવાય છે. પ્રજ્ઞા :- પ્રકૃષ્ટ જ્ઞાનવાન. બુદ્ધિમાન હોય તે પ્રજ્ઞાથી ઉન્નત અને અલ્પ જ્ઞાનવાળા મૂર્ખ, પ્રજ્ઞાથી પ્રણત કહેવાય છે. દષ્ટિ – દષ્ટિ એટલે દર્શન. વિવિધ દષ્ટિકોણથી વસ્તુને જોનાર ઉન્નતદષ્ટિ અને એકાંત દષ્ટિકોણથી જોનાર પ્રણતદષ્ટિ કહેવાય.
શીલાચારઃ- શીલ એટલે સવૃતિ, સમાધિ-ચિત્તની સ્વસ્થતા, શીલ, સમાધિ યુક્ત આચાર તે શીલાચાર. શીલવાન મનુષ્ય શીલાચારથી ઉન્નત અને શીલવાન ન હોય તે શીલાચારથી પ્રણત કહેવાય છે.
વ્યવહાર :- વર્તમાન આચરણ તે વ્યવહાર. જેનો વ્યવહાર ઉજળો હોય, સારો હોય તે ઉન્નત વ્યવહાર વાળા અને જેનો વ્યવહાર ખરાબ હોય તે પ્રણત વ્યવહારવાળા કહેવાય છે. પરાક્રમ :- પરાક્રમ એટલે ઉત્સાહ, ઉત્સાહી વ્યક્તિ ઉન્નત પરાક્રમી અને નિરુત્સાહી વ્યક્તિ પ્રણત પરાક્રમી કહેવાય છે.
કેટલાક મનુષ્ય જાતિથી ઉન્નત અને પરિણતિ, રૂપાદિથી પણ ઉન્નત હોય, કેટલાક મનુષ્ય જાતિથી ઉન્નત હોય પણ પરિણતિ, રૂપાદિથી પ્રણત હોય વગેરે ચૌભંગીઓ સરળતાથી સમજી શકાય તેવી છે.
તેર ચૌભંગીનું સ્પષ્ટીકરણ :- (૧-૨) ઉન્નત-પ્રણત વૃક્ષ અને મનુષ્યની બે (૩–૪) પરિણત વિશેષણ સાથે વૃક્ષ અને મનુષ્યની બે (પ-૬) રૂપ વિશેષણ સાથે વૃક્ષ અને મનુષ્યની છે. તે પછી (૭) મન વિશેષણયુક્ત (૮) સંકલ્પ વિશેષણયુક્ત (૯) પ્રજ્ઞા વિશેષણયુક્ત (૧૦) દષ્ટિ વિશેષણ યુક્ત (૧૧) શીલાચાર વિશેષણ યુક્ત (૧૨) વ્યવહાર વિશેષણ યુક્ત (૧૩) પરાક્રમ વિશેષણ યુક્ત ઉન્નત-પ્રણત દ્વારા માત્ર મનુષ્યની એક-એક મળીને સાત, આ રીતે આ સૂત્રોમાં તેર ચૌભંગીનું કથન છે.